ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં નજીવો વધારો, નવા 34 દર્દી નોંધાયા

23 July 2021 11:40 AM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં નજીવો વધારો, નવા 34 દર્દી નોંધાયા

વધુ 53 દર્દીઓ સાજા થયા, 21 જિલ્લામાં એક પણ કેસ નહીં, રિકવરી રેટ 98.73 રહ્યો

રાજકોટ, તા.23
રાજ્યમાં કોરોના કેસો ઘટવાના સિલસિલા ઉપર બ્રેક લાગી છે. બુધવારે નવા 28 કેસ નોંધાયા હતા જ્યારે ગઈકાલે ગુરુવારે નવા 34 દર્દીઓ સપાટી પર આવ્યા છે. ગઈકાલે 53 દર્દીઓ સજા થયા હતા, કુલ 8.24 લાખ સંક્રમિતોમાંથી 814163 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. રિકવરી રેટ 98.73 યથાવત રહ્યો છે.

હાલ 370 એક્ટિવ કેસ રહ્યા છે. ગુજરાતના 21 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો ન હતો. જેમાં આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા અને તાપીમાં કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, જ્યારે અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

ગઈકાલે એક પણ મોત નોંધાયુ નથી. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 365 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 824608 પર પહોંચ્યો છે.

3 દિવસથી કેસની સંખ્યા વધી રહી છે
ગુજરાતમાં કોરોના દૈનિક કેસોની સંખ્યા ત્રણ દિવસથી વધી રહી છે. તા.19ના રોજ 24 કેસ નોંધાયા બાદ તા.20ના રોજ 29, તા.21ના રોજ 28 અને ગઇકાલે તા.22ના રોજ 34 કેસો નોંધાયા છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો
વડોદરા 8, સુરત-અમરેલી 6, અમદાવાદ 5, જુનાગઢ 2, ભાવનગર - ગીરસોમનાથ - જામનગર - નર્મદા - રાજકોટ - સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement