શિલ્પાશેટ્ટીને રાહત: પૂછપરછ માટે હાલ નહીં મોકલાય સમન

23 July 2021 12:17 PM
Entertainment
  • શિલ્પાશેટ્ટીને રાહત: પૂછપરછ માટે હાલ નહીં મોકલાય સમન

પતિની ધરપકડ બાદ શિલ્પાની પોલીસ પૂછપરછ કરે તેવા અનુમાનો વહેતા થયેલા

મુંબઈ તા.23
પોર્નોગ્રાફીક કન્ટેન્ટના મામલે પોલીસે બોલીવુડ એકટ્રેસ રાજકુંદ્રાનાં પતિ અને બિઝનેસમેન રાજકુંદ્રાની ધરપકડ ક્રી છે.કુંદ્રાની ધરપકડ બાદ એવા કયાસ લગાવાઈ રહ્યા હતા કે કુંદ્રાની ધરપકડ બાદ પત્ની શિલ્પાની પોલીસ પુછપરછ કરશે પણ આ કયાસ પર હાલ પૂર્ણ વિરામ મુકાય છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ બદલ બિઝનેસમેન રાજકુંદ્રાની ધરપકડ બાદ 23 જુલાઈ સુધી રીમાન્ડ પર મોકલાયો છે.રાજની ધરપકડ બાદ એવા અનુમાનો થયા હતા કે પત્નિ શિલ્પાને પણ પૂછપરછ માટે સમન મોકલવામાં આવી શકે છે. પણ નજીકનાં સુત્રના જણાવ્યા મુજબ શિલ્પાશેટ્ટીને આ મામલે રાહત મળી છે.શિલ્પાને પૂછપરછ માટે સમન નહી મોકલવામાં આવે. ઉલ્લેખનીય છે કે શિલ્પા શેટ્ટી પતિ રાજના મોટાભાગનાં બિઝનેસમાં પાર્ટનર છે તેના કારણે તેની પૂછપરછ થાય તેવા અનુમાનો થયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement