કલાઉડ સિડીંગ ટેકનિકથી મુખ્ય વિસ્તારોમાં વરસાવ્યો વરસાદ

23 July 2021 02:07 PM
India World
  • કલાઉડ સિડીંગ ટેકનિકથી મુખ્ય વિસ્તારોમાં વરસાવ્યો વરસાદ

દુબઈમાં કૃત્રિમ વરસાદ વરસાવાયો

નવી દિલ્હી તા.23
માત્ર ભારત જ નહિં પરંતુ અમેરીકા,કેનેડા અને સંયુકત આરબ અમીરાત સહીતના ઘણા દેશોનાં લોકો ગરમીથી પરેશાન છે. દુબઈમાં પારો અનેક સ્થળોએ 50 ડીગ્રી સેલ્સીયસને પાર કરી ગયો છે. આવી ગરમીથી રાહત આપવા માટે યુએઈનાં રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન વિભાગએ કૃત્રિમ વરસાદનો સહારો લેવો પડયો હતો. ડેલી મેલના મુજબ કૃત્રિમ વરસાદ ડ્રોન વિમાનો પર આધારીત કલાઉડ સીડીંગ ટેકનીકથી કરવામાં આવ્યો હતો.

જેમા વાદળો હેઠળ વીજળીના સામાન્ય ઝટકા આપવામાં આવે છે. જેના કારણે તેઓ પાણીના ફુવારા કરવા સક્ષમ થાય છે. હવામાન વિભાગનાં અધિકારી ટવીટર હેન્ડલ પર આ કૃત્રિમ વરસાદનો વિડીયો શેર કર્યો હતો. યુએઈનાં રેન એન હાંન્સમેન્ટ સાયન્સ રીસર્ચ પ્રોગ્રામનાં પ્રમુખ અલ્યા અલ મઝરૂઈ કહે છે કે દેશની પાસે એવા ડ્રોન વિમાન છે જે માત્ર અત્યાધુનિક સેન્સરથી સજજ નહિં પરંતુ ચાર્જ કરેલા કણોને પ્રસારીત કરવા માટેના ઉપકરણોથી પણ સજ્જ છે.


Related News

Loading...
Advertisement
Advertisement