સિક્કાના ચકચારી સગીરા પરના દુષ્કર્મ કેસને દબાવવા કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક થયા

23 July 2021 02:33 PM
Jamnagar Crime Saurashtra
  • સિક્કાના ચકચારી સગીરા પરના દુષ્કર્મ કેસને દબાવવા કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક થયા

જામનગરમાં દલિત સમાજના આગેવાનોએ એસપી કચેરીએ જઇ આવેદનપત્ર આપ્યું

જામનગર તા.23
સિક્કા ગામની દલિત સમાજ (અનુસૂચિત જાતિની) ની 16 વર્ષ 6 મહિનાની છોકરી પર નરપિચાસો દ્વારા વારંવાર બળાત્કાર કરેલ છે અને છ માસનો ગર્ભ રખાવી દીધાની ફરિયાદ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે જે ફરિયાદમાં ફરિયાદીની માતા-પુત્રીને દર દબાણ કરવા માટે સિક્કા ગામના રાજકીય આગેવાનો ધારાસભ્યની મદદથી પોલીસ તપાસ પર દબાણ કરી રહ્યા છે.

અગાઉ તા.19/7/2021 સરકીટ હોઉસ ખાતે ધારાસભ્યની સૂચનાથી આવેલ સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ બારોયા સહિતના કહેવાતા આગેવાનોએ દલિત સમાજની ફરિયાદી માતા-પુત્રી સામે ગંભીર આક્ષેપો કરી ફરિયાદ બાબતે ન શોભે તેવા શબ્દો સાથેનું આવેદન પત્ર સિક્કા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ જુસબ બારોયા તથા તેની ટીમ અને ભાજપના ધારાસભ્યની મીલીભગતથી આરોપીઓને બચાવવા અને ફરિયાદને દબાવી ધાર્યું કરવાના ઇરાદે ધારાસભ્યના ઈશારે લાલબંગલો ખાતે ભેગા થઈ અને એસ.પી.ને તપાસને ગેરમાર્ગે દોરવા ખોટી હકીકતોનું આવેદન આપવામાં આવેલ છે.

આરોપીઓ સાથે સિક્કાના પ્રમુખ જુસબ બારોયા તથા ધારાસભ્યના ટેકેદારો હોવાથી તેઓને બચાવવા માટે દલિત સમાજની ફરિયાદીને બદનામ કરવા માટે લેખિતમાં અવેદનપત્રો આપી પોલીસ પર ભાજપ અને કોંગ્રેસની સેહ ઉભી કરી આરોપીઓને બચાવવા માટેના હીન પ્રયત્નો કરનાર સિક્કા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને રૂલીંગ પાર્ટીના ધારાસભ્યના મોબાઈલ નંબરોની કોલ ડીટેલ કઢાવી ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી અને આમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંડોવાયેલાને ખુલ્લ પાડવા અને ગુન્હો નોંધવા અમારી માંગણી છે.
આ આવેદનપત્ર આપતી વખતે દલિત સમાજના આગેવાન અને પૂર્વ ડે.મેયર ગોવિંદ રાઠોડ અને અન્ય આગેવાનો હાજર રહ્યાં હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement