વીજતંત્રના પાપે બ્રાસપાર્ટના 100 કારખાનાઓ ઠપ્પ: 3 હજાર કારીગરો બેકાર

23 July 2021 02:39 PM
Jamnagar Saurashtra
  • વીજતંત્રના પાપે બ્રાસપાર્ટના 100 કારખાનાઓ ઠપ્પ: 3 હજાર કારીગરો બેકાર
  • વીજતંત્રના પાપે બ્રાસપાર્ટના 100 કારખાનાઓ ઠપ્પ: 3 હજાર કારીગરો બેકાર

દોઢ-બે વર્ષથી વારંવાર થતા વીજ વિક્ષેપથી કંટાળી ઉદ્યોગકારો-કામદારોએ વીજ કચેરીને કરી તાળાબંધી

જામનગર તા.23
જામનગરના કનસુમરા વિસ્તારમાં આવેલ પ્રાઇવેટ ઉદ્યોગનગરમાં છેલ્લા દોઢથી બે વર્ષથી વીજ ધાંધીયા ચાલતા હોય આ અંગે વખતોવખતની રજૂઆત છતા વીજ પુરવઠો રેગ્યુલર ન થતા 100થી વધુ બ્રાસપાર્ટના ઉદ્યોગકારો તથા 3 હજારથી વધુ કારીગરો લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની ધીરજ ખુટતા ગઇકાલે વીજ કચેરીને આક્રોશભેર તાળાબંધી કરી વીજ કંપનીના ડેપ્યુટી ઇજનેરને રજૂઆત કરી હતી.

જામનગરના નગરસીમ વીજ તંત્ર હેઠળના કનસુમરા વિસ્તારમાં આવેલા ઉદ્યોગનગરમાં વીજ તંત્ર દ્વારા ઓરીએનટલના નામે ઓળખાતુ વીજ ફીડર આપવામાં આવ્યું છે. આ ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા દોઢથી બે વર્ષથી વીજ ધાંધીયા ચાલી રહ્યા હોય જે અંગે અવાર-નવાર લેખિક-મૌખિક અને રૂબરૂ રજૂઆત કરવા છતા વીજ વિક્ષેપનો નિવડે આવ્યો નથી. જેના પાપે સૌથી વધુ બ્રાસપાર્ટના કારખાનામાં કામગીરી ઠપ્પ થઇ ગઇ છે અને 3 હજારથી વધુ કારીગરો રોજીરોટી ગુમાવે છે. આ ઉપરાંત કમ્પલેન નંબર પર કોઇ પણ પ્રકારનો રાહતરૂપ જવાબ આપવામાં ન આવતો હોય અને આશ્ર્વાસન સિવાય કઇ ન મળતુ હોવાનો પણ ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો છે.

ઉદ્યોગકારોએ વીજ કંપનીના રાડાભાઇ, મનીષાબેન સહિતનાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી આ સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. વીજ વિક્ષેપથી કંટાળેલા ઉદ્યોગકારો અને કામદારોએ આગામી સમયમાં આ સમસ્યાનો નિવેડો નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.


Related News

Loading...
Advertisement
Advertisement