શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં હોસ્ટેલના મુદ્દે વિદ્યાર્થીઓ ભારે પરેશાન

23 July 2021 02:47 PM
Jamnagar
  • શહેરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં હોસ્ટેલના મુદ્દે વિદ્યાર્થીઓ ભારે પરેશાન

જામનગર તા.23
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં બી ફાર્મ અને બીએએમએસમાં અનેક વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતા હોય છે આવા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં રહેવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જરૂરી સગવડો પુરી પાડવામાં ન આવતી હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમાં ઉઠી રહી છે.

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની જામનગરની હોસ્ટેલમાં 60 વિદ્યાર્થીઓ રહી શકે તેટલી ક્ષમતા છે. પરંતુ એક બેચમાં 125 વિદ્યાર્થી હોવાથી હોસ્ટેલ ફૂલ થતા વિદ્યાર્થીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાના કારણે છાત્રો ખાનગી હોસ્ટલ, રૂમ રાખીને અથવા પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા મજબૂર બન્યા છે. આથી વિધાર્થીઓ ખર્ચની સાથે અન્ય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને આર્થિક સહિતની મુશ્કેલીઓ નડી રહી હોવાનો સૂર પણ છાત્રગણમાંથી ઉઠી રહ્યો છે. ત્યારે યોગ્ય કરવા માંગ ઉઠી છે.


Loading...
Advertisement
Advertisement