જામનગરમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ 15 વર્ષીય તરૂણનો આપઘાત

23 July 2021 02:53 PM
Jamnagar Crime
  • જામનગરમાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ 15 વર્ષીય તરૂણનો આપઘાત

બનાવનું કારણ હજુ અકબંધ, સીટી બી ડીવીજન પોલીસની તપાસ

જામનગર તા. 23
જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 9 રોડ નંબર-10માં રહેતા એક પરિવારના 15 વર્ષીય તરુણે ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જામનગરમાં યુવા વયે વધી રહેલ આપઘાતના બનાવો વચ્ચે એક તરુણે આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જેમાં પટેલ કોલોની શેરી નંબર 9 રોડ નંબર-10માં આવેલ મકાનમાં રહેતા ફિરોજભાઈ અબુબકર કોરેજાના 15 વર્ષીય પુત્ર ઈનાયતે ગઈ કાલે બપોરે પોતાના હાથે પોતાના ઘરે પંખાના હુક સાથે ઓઢણી બાંધી ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. આ બનાવ અંગે મૃતક બાળકના પિતાએ જાણ કરતા પોલીસે સ્થળ પર પહોચી મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પોસ્ટ મોર્ટમ વિધિ હાથ ધરી હતી. જો કે તરુણે કયા કારણથી આપઘાત કરી લીધો છે એ બાબતનો ખુલાસો થયો નથી. પોલીસે તરુણનાં આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે પરીવરમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement