એરફોર્સના કર્મચારીએ અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

23 July 2021 02:57 PM
Jamnagar Crime
  • એરફોર્સના કર્મચારીએ અગમ્ય કારણોસર કરી લીધો આપઘાત

સીટી સી ડીવીઝન પોલીસે હાથ ધરી તપાસ, બનાવનું કારણ અકબંધ

જામનગર તા. 23
જામનગરમાં એરફોર્સ વનમાં ફરજ બજાવતા એક કર્મચારીએ આપઘાત કરી લીધો છે. પોતાના ક્વાટરમાં ગળાફાસો ખાઈ કર્મચારીઓએ જીવતરનો અંત આણ્યો છે. જો કે કયા કારણોસર આ પગલું ભરી લીધું છે એ બહાર આવ્યું નથી. સીટી સી ડીવીજન પોલીસે એરફોર્સ પહોચી મૃતકનો કબજો સંભાળી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

જામનગર એરફોર્સ વનમાં ફરજ બજાવતા અને એરફોર્સ અંદર આવેલ નર્મદા બિલ્ડીંગના ક્વાટરના રૂમ નં-01માં રહેતા રામચંદ્ર મહેંદ્રસિંહ ઉવ-54 નામના કર્મચારીએ ગઈ કાલે બપોરે ત્રણેક વાગ્યે પોતાના રૂમમાં ડીસ ટી.વી.ના કેબલને પંખામા બધી ગળફાસો ખાઇ લઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે એરફોર્સના આનંદનચંદ્રન નામના કર્મચારીએ સીટી સી ડીવીજન પોલીસને જાણ કરી હતી જેને લઈને પીએસઆઈ આરડી ગોહિલ સહિતનો સ્ટાફ સ્થળ પર પહોચી ગયો હતો. પોલીસે સ્થળ પંચનામું કરી, કર્મચારી આનંદચંદ્રનનું નિવેદન નોંધ્યું હતું. દરમિયાન પોલીસે મૃતકના દેહને જીજી હોસ્પિટલ ખસેડી ફોરેન્સિક વિભાગમાં પીએમ કરાવ્યુ હતું. 54 વર્ષીય એરફોર્સકર્મીનાં આપઘાત પાછળનું હજુ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસે કારણ જાણવા વિધિવત તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement