કાલાવડ (શીતલા)માં શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

23 July 2021 02:58 PM
Jamnagar
  • કાલાવડ (શીતલા)માં શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો

કાલાવડ તા.23
કાલાવડ તાલુકાની શિક્ષણક્ષેત્રે ખ્યાતનામ વંદના મા. અને ઉ.મા. શાળા-કાલાવડ (શીતલા)માં તા.19ના સોમવાર ‘હાથવગા સાધનો આધારીત વિજ્ઞાન પ્રવૃતિ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન તથા સંચાલન એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન ઝુમ એપ્લીકેશન મારફત કરવામાં આવ્યું હતું અને શાળામાં ધો.9ના આશરે પ6 વિદ્યાર્થીઓને જીવવિજ્ઞાન, ભૌતિકવિજ્ઞાન, એસ્ટ્રો-ઓબ્ઝર્વેટરી, મ્યુઝીમ વગેરે જેવી પ પ્રકારની પ્રયોગશાળાની જાણકારી તેમજ નિદર્શન અનેકવિધ પ્રયોગો દર્શાવવામાં આવ્યા હતા.જેમાં વિદ્યાર્થીઓને રોબોટ, અંતરીક્ષામાં નક્ષત્રો અને તારામંડળ, રાસાયણીક પ્રક્રિયાઓ તથા જીવવિજ્ઞાનના પ્રદર્શનો વગેરે અંગેના પ્રયોગો તથા પ્રદર્શનો વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


Loading...
Advertisement
Advertisement