ભાટિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર

23 July 2021 02:59 PM
Jamnagar
  • ભાટિયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા, એક ફરાર

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે શંકરટેકરી વિસ્તારમાં સ્થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા કનુ હમીરભાઇ થારુ, દેવા મેઘાભાઈ માતંગ, સોમા હરજીભાઈ માતંગ, માલુ મેઘાભાઇ માતંગ, બાબુ માલદેભાઈ પારીયા નામના પાંચ શખ્સોને ઝડપી લઈ મોબાઇલ સહિત કુલ રૂ. 2,600 નો મુદ્દામાલ કબજે કર્યો છે. તો ગાગા ગામનો લાલા દેવાભાઈ માતંગ નામનો શખ્સ ફરાર થઈ ગયો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. કલ્યાણપુર પોલીસે જુગારધારાની કલમ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement