કાલે જામખંભાળીયામાં વિહિપ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમનું આયોજન

23 July 2021 03:02 PM
Jamnagar
  • કાલે જામખંભાળીયામાં વિહિપ દ્વારા ગુરૂપૂજન કાર્યક્રમનું આયોજન

જામ ખંભાળિયા, તા.22
સમગ્ર સૌરાષ્ટ્રમાં આગામી શનિવાર તારીખ 24મી જુલાઈના રોજ ગુરુપૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવનાર છે. વિશ્વ હિન્દુ પરિષદ- સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા પણ ગુરૂપૂર્ણિમાના પવિત્ર દિવસ નિમિત્તે આ દિવસને "ગુરૂ પૂર્ણિમા" સનાતન વૈદિક સંસ્કૃતિનો પવિત્ર પાવન અવસર ગણાવી, હિન્દુ સંસ્કૃતિમાં ગુરૂનું અનન્ય મહત્વ વર્ણવવામાં આવે છે. "ગુર્રૂ બ્રહ્મા ગુર્રૂ વિષ્ણુ ગુર્રૂદેવો મહેશ્વર: ગુર્રૂ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરૂવે નમ:" ની ઉક્તિને સાર્થક કરવા ખંભાળિયા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંતમાં વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર દ્વારા બધાજ આયામોના હોદેદારો, કાર્યકરો, તમામ જિલ્લાઓ, શહેરો, તાલુકા તથા ગ્રામ્ય સ્તર સુધી હિન્દુ સંસ્કૃતિને ટકાવી રાખવા જેઓનો સિંહ ફાળો રહેલો છે એવા સંતો, મહંતો, મંડલેશ્વરો, મહામંડલેશ્વરો, શંકરાચાર્યજીનું પુજન કરીને હિન્દુ સંસ્કૃતિ તથા ધર્મને ટકાવી રાખવા માટે પૂજન કરી, આશિર્વાદ મેળવશે.


Loading...
Advertisement
Advertisement