રાજયભરમાં દર 1000 કોરોના દર્દીમાંથી 13 લોકો થયા મ્યુકર માઈકોસીસથી સંક્રમીત

23 July 2021 03:05 PM
Ahmedabad Gujarat India
  • રાજયભરમાં દર 1000 કોરોના દર્દીમાંથી 13 લોકો થયા મ્યુકર માઈકોસીસથી સંક્રમીત

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં સૌથી વધુ કેસ : દેશમાં કુલ મોતનાં 15 ટકા બંને રાજયોમાં નોંધાયા

અમદાવાદ તા.23
કોરોનાની બીજી લહેરમાં મ્યુકર માઈકોસીસને કારણેની મહામારીનાં કારણે લોકોએ ગંભીર સ્થિતિનો સામનો કર્યો હતો. 20 જુલાઈનાં રોજ રાજયસભામાં રજૂ થયેલા આંકડા પરથી જાણવા મળ્યું છે કે ભારતમાં કોવિડ 19 પછી મ્યુકર માઈકોસીસનાં 45374 કેસ દાખલ થયા છે. જેમાંથી માત્ર મહારાષ્ટ્રમાં 35 ટકા એટલે કે 9348 કેસ નોંધાયા હતાં ઉપરાંત ગુજરાતમાં પણ 7732 કેસ જોવા મળ્યા હતા.

ઉપરાંત આ બંને રાજયોમાં મૃત્યુદરનો આંક પણ ઉંચો હતો જેમાં મહારાષ્ટ્રમાં 1,129 તેમજ ગુજરાતમાં 656 લોકોનાં મોત થયા હતાં. જે દેશનાં કુલ આંકના 15 ટકા છે.
આ આંકડા પરથી જાણવા મળ્યા મુજબ, રાજયમાં ‘બ્લેક ફંગસ’નું વધુ પ્રમાણ જોવા મળ્યું હતું. રાજય સરકારની માહિતી પ્રમાણે 1 એપ્રિલથી 30 જૂન વચ્ચે 5.15 લાખ કોરોના કેસ નોંધાયા એટલે કે, પ્રત્યેક 1000 કોરોના દર્દીમાંથી 13 મ્યુકર માઈકોસીસથી સંક્રમીત થયા હતા.

મહારાષ્ટ્રની સરખામણીએ આ સંખ્યા ખૂબ વધુ છે. કારણ કે, ત્યાં 1000 માંથી 3 લોકો મ્યુકર માઈકોસીસથી સંક્રમીત થયા હતા. આ બાબતે અમદાવાદનાં વરિષ્ઠ ડો. અમીતે જણાવ્યું કે આ માટે અનેક કારણો જવાબદાર છે. ગુજરાતને લાંબા સમયથી ભારતની ડાયાબીટીસ રાજધાની માનવામાં આવે છે. જે મોટાભાગનાં કોરોના દર્દીનાં સામાન્ય રીતે જોવા મળી છે. અન્ય ડોકટરે પણ આ બાબતે પર્યાવરણીય સ્થતિને જવાબદાર ગણાવી.

આ સમય દરમિયાન ગુજરાત-મહારાષ્ટ્રમાં ફંગસ જીવાણુનું વધુ પ્રમાણ જોવા મળે છે જેથી આ રાજયોનાં વધુ પ્રમાણમાં કેસ જોવા મળ્યા હતાં. કેનેડાના એક અભ્યાસમાં પણ જાણવા મળ્યું છે કે ફેફસામાં ફંગસની ઘટનાઓ આ વર્ષે વધી છે જે પર્યાવરણીય ઘટકોને પરિણામે હોય શકે. મ્યુકર માઈકોસીસનાં 99.9 ટકા કેસ કોરોના દર્દીઓનાં જ હતા. જેઓ મધ્યમ વયનાં હતાં તેમજ એકથી વધુ બીમારીથી પીડાતા હતા.

જો કે, આ બાબતે ડો. દેવાંગે જણાવ્યું કે મ્યુકર મામલે કોરોનાની ગંભીરતાની કોઈ અસર થતી નથી. અમુક સામાન્ય સંક્રમીત કોરોના દર્દીમાં પણ મ્યુકરનાં લક્ષણો જોવા મળ્યા હતા. હાલ અમદાવાદમાં 20 સક્રીય કેસો છે.


Related News

Loading...
Advertisement
Advertisement