ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ફોન પણ હેક ? તાત્કાલિક મોબાઈલ બદલી નાખ્યો: તપાસ શરૂ

23 July 2021 04:12 PM
Technology World
  • ફ્રાન્સના રાષ્ટ્રપતિનો ફોન પણ હેક ? તાત્કાલિક મોબાઈલ બદલી નાખ્યો: તપાસ શરૂ

પેગાસસ હેકિંગ મામલે વધુ એક દિગ્ગજનું નામ ઉમેરાયું: ફ્રાન્સના 14 મંત્રીઓના ફોન નિશાન પર હોવાની સંભાવના

નવીદિલ્હી, તા.23
ફ્રાન્સના અખબાર લે મોન્ડેએ જણાવ્યું કે મોરક્કો દ્વારા નજર રાખવા માટે રાષ્ટ્રપતિ ઈમૈન્યુએલ મૈક્રોની સાથે ફ્રાન્સના 14 મંત્રીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા પરંતુ મોરક્કોએ અધિકારીઓએ પેગાસસના ઉપયોગ કરવાનો ઈનકાર કરી દીધો છે.

તેમણે કહ્યું છે કે ફ્રાન્સ દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખોટા અને પાયાવિહોણા છે. જો કે એ સ્પષ્ટ નથી કે સ્પાઈવેયર ક્યારેય ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈન્યુઅલ મૈક્રોના ફોન ઉપર ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું કે નહીં પરંતુ અહેવાલો અનુસાર તેમનો નંબર 2016થી પેગાસસને બનાવનારા એનએસઓ ગ્રુપના ગ્રાહકો દ્વારા 50 હજાર લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

અહેવાલો અનુસાર ફ્રાન્સ સહિત દુનિયાના અનેક દેશોના મંત્રીઓ, પત્રકારો, અધિકારીઓ, નેતાઓ આ ટાર્ગેટ લિસ્ટમાં સામેલ છે પરંતુ એ સ્પષ્ટ નથી કે લિસ્ટમાં રહેલા નામોમાંથી કોના કોના ફોન હેક કરવામાં આવ્યા છે. હંગરી, ઈઝરાયલ અને અલ્ઝીરિયાના અધિકારીઓએ પેગાસસના ઉપયોગની તપાસ શરૂ કરી દીધી છે જેથી ભાળ મેળવી શકાય કે કોઈ અપરાધ થયો છે કે નહીં. એનએસઓ ગ્રુપે મામલાને લઈને કોઈ પણ પ્રકારની ગરબડ હોવાનો ઈનકાર કરી દીધો છે.

તેમણે કહ્યું કે સોફ્ટવેર અપરાધીઓ અને આતંકવાદીઓ વિરુદ્ધ ઉપયોગ કરવા માટે છે અને તેને શ્રેષ્ઠ માનવાધિકાર રેકોર્ડ ધરાવતાં દેશોના સૈન્ય, કાનૂની વ્યવસ્થા અને ગુપ્તચર એજન્સીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement