સિદ્ધુના શપથગ્રહણમાં આવતા કોંગ્રેસ કાર્યકરોની બસનો અકસ્માત: 4નાં મોત

23 July 2021 04:18 PM
India Politics
  • સિદ્ધુના શપથગ્રહણમાં આવતા કોંગ્રેસ કાર્યકરોની બસનો અકસ્માત: 4નાં મોત

10 લોકો ઘાયલ: મિનિબસ લિંક રોડ હાઈવે પર યાત્રીકોની બસ સાથે ટકરાઈ

ચંદીગઢ તા.23
નવજોતસિંહ સિદ્ધુના શપથ ગ્રહણ સમારોહમાં જોડાવા ચંદીગઢ જતા કોંગ્રેસ કાર્યકર્તાઓની મીની બસ સામેથી આવતી યાત્રી બસથી ભટકાઈ હતી. ટકકર એટલી ભયંકર હતી કે ચાર લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે 15થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. યાત્રીકોની બસ માંગાથી અમૃતસર જતી હતી.

સવારે સાડા નવ વાગ્યે ચાર શબને મથુરાદાસ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા પરંતુ ત્યાં મૃતકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે. વધુ મળતી વિગત અનુસાર માંગાથી શુક્રવારની સવારે અંદાજે 7.30 કલાકે કોંગ્રેસના કાર્યકર્તા મિનીબસમાં ચંદીગઢમાં કોંગ્રેસી અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુના શપથ ગ્રહણ સમારોહમાં જતા હતા. મિની બસ જનેર નજીક અચાનક લિંકરોડથી નીકળી હાઈવે પર આવી તો સામેથી માંગાથી અમૃતસર જતી પંજાબ રોડવેઝની બસ ભટકાઈ હતી.

ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળ પર જ બન્ને બસના ડ્રાઈવરોના મોત નીપજયા હતા. અવાજ આવ્યા બાદ આજુબાજુના ગામડાના લોકો મોટી સંખ્યામાં મદદ માટે પહોંચી ગયા હતા અને બસમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી શરુ કરી હતી. એમ્બ્યુલન્સના માધ્યમથી ઘાયલોને તાત્કાલીક મથુરાદાસ સિવિલ હોસ્પીટલમાં લઈ જવાયા અને સારવાર શરુ કરાઈ. બસમાં જતા મોટા ભાગના લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement