ભારતમાં હજુ પણ વ્યાપાર કરવાનું સરળ નથી: અમેરિકી રિપોર્ટ

23 July 2021 04:44 PM
India World
  • ભારતમાં હજુ પણ વ્યાપાર કરવાનું સરળ નથી: અમેરિકી રિપોર્ટ

કોરોનાને રોકવાના ઉપયોગના કારણે ભારતમાં આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો નોંધાયો

દિલ્હી તા.23
અમેરિકી સરકાર દ્વારા 2021ના રોકાણ પર એક રીપોર્ટ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હજી પણ વ્યાપાર કરવા માટે એક પડકારજનક સ્ટેજ પર ઉભો છે. અને રોકાણમાં નોકરશાહી અવરોધોને ઘટાડીને આકર્ષક અને વિશ્વસનીય રોકાણને પ્રોત્સાહન આપવાની જરૂર છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતમાં કોવિડ 19 મહામારીને રોકવાના ઉપાયોના કારણે આર્થિક ગતિવિધિઓમાં ઘટાડો થયો છે. પરંતુ ડિસેમ્બર 2020 સુધી આર્થિક ગતિવિધિઓમાં સકારાત્મક વૃદ્ધિના સંકેતો દર્શાવવાનું શરુ થયુ હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવિડ 19 કેસોમાં તાજેતરમાં થયેલા વધારા માટે સરકારે કેટલીક ટીકાઓનો સામનો કરવો પડયો છે. દ્વિપક્ષીય વેપારમાં વધારો થયો છે. સ્પર્ધાત્મક વિકલ્પો મર્યાદીત પ્રાપ્તિના નિયમો વધેરા ટેરીફ સહિતના નવા સંરક્ષણવાદી પગલાઓને વૈશ્ચિક સપ્લાય ચેનને અસર કરી છે. આ સાથે જ વિશિષ્ટ ભારતીય ધોરણો જે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત નથી જેના કારણે દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિને અવરોધીત કર્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement