મહિલા કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર: રાજયભરમાં ધમધમતા નકલી ડીઝલના વેચાણમાં સરકાર-તંત્રની મીલીભગત

23 July 2021 04:48 PM
Rajkot Politics
  • મહિલા કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર: રાજયભરમાં ધમધમતા નકલી ડીઝલના વેચાણમાં સરકાર-તંત્રની મીલીભગત

છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ-ડીઝલમાં 300 વખત ભાવ વધારો: સીલસીલો હજુ શરૂ જ છે: ગાયત્રીબા વાઘેલા

રાજકોટ તા.23
ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ વધતી મોંઘવારી માટે સરકાર પર આક્ષપો મુકતા કહ્યુ છે કે ભાજપ સરકાર વધુને વધુ ટેકસ, સેસ, પેટ્રોલીયમ પેદાશો પર ભાવ વધારો, વસુલી જનતાનાં ખીસ્સા ખાલી કરી રહી છે. તો સરકાર આવા અધિકારીઓ સામે કાયદાકીય પગલાઓ ભરશે? તેમણે ઉમેર્યું હતું કે પોલીસ દ્વારા એક જ અઠવાડીયામાં 300 થી વધુ સ્થળે નકલી બાયોડિઝલ માટેના દરોડા પાડી ગુના નોંધ્યા છે તો અત્યાર સુધી આ કામગીરી કેમ નહોતી કરાઈ? ભાજપની સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી ખુણે ખાંચરેથી લઈને સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે પર પણ ખુલ્લેઆમ બાયોડીઝલ નામે નકલી ડિઝલનાં કાળાબજાર થતા હતા. ત્યારે અચાનક જ કેન્દ્રનાં આદેશના પગલે સફાળી જાગેલી રાજય સરકારે હવે અનેક સ્થળે દરોડા પાડયા છે.

ગાયત્રીબાએ કહ્યું કે, માત્ર રાજકોટની જ વાત કરવામાં આવે તો અમે જીલ્લા પુરવઠા અધિકારીને આરટીઆઈથી પૂછેલી માહિતીના જવાબમાં જણાવાયું હતું કે જીલ્લામાં અધિકૃત બાયોડીઝલના વેચાણની કોઈ પરવાનગી અપાઈ નથી. છતાં પણ રાજકોટમાં નકલી ડીઝલનો કારોબાર ધમધોકાર ચાલતો હતો. તેમજ પોલીસે પણ આ બાબતે આંખ આડા કાન કર્યા હતા તો તેમના સામે કાર્યવાહી થશે.

ત્યારે ગાયત્રીબાએ સરકાર પર આક્ષેપ મુકતા જણાવ્યું કે બાયોડીઝલનાં કારોબારનાં મુળમાં તપાસ થાય તો ગાંધીનગરથી લઈને પોલીસ સહિત અન્ય આગેવાનો સુધી પણ રેલો પહોંચે તેમ છે.તેમણે ઉમેર્યું કે સરકાર અને પોલીસતંત્ર ગેરકાયદે ડીઝલ માટે કરેલ રેડની સંખ્યાના આંકડો જોઈ સંતોષ ન માને પરંતુ તેના મુળ સુધી જાય તે જરૂરી છે.

ગાયત્રીબાને જણાવ્યું કે, દેશમાં જયારે મોંઘવારીએ ગાયત્રીબાને જણાવ્યું કે દેશમાં જયારે મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે ડીઝલ પેટ્રોલનાં ભાવમાં છેલ્લા 2 વર્ષમાં 300 વાર વધારો થયો છે જે હજુ શરૂ જ છે જેના પગલે તમામ ચીજોમાં ભાવ વધ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement