વડોદરામાં એનઆરઆઈ યુવાને સ્પર્મ લેબમાં મુકાવ્યા બાદ 30 કલાકમાં શ્વાસ છોડી દીધા

23 July 2021 04:49 PM
Vadodara
  • વડોદરામાં એનઆરઆઈ યુવાને સ્પર્મ લેબમાં મુકાવ્યા બાદ 30 કલાકમાં શ્વાસ છોડી દીધા

મૃતક યુવાનની પત્નીની ઈચ્છા મુજબ આઈવીએમ થકી સ્પર્મ મુકાશે

વડોદરા તા.23
મુળ ભરૂચના વતની અને હાલ કેનેડા સ્થાયી થયેલા એનઆરઆઈ યુવાન કોરોનામાં સપડાતા તેમના પત્ની ઈચ્છા મુજબ તેના સ્પર્મ લીધા બાદ યુવાનનું મોત વડોદરા ખાનગી હોસ્પીટલમાં સારવારમાં મોત થતા વડોદરા ખાનગી હોસ્પીટલમાં સારવારમાં મોત થતા લવમેરેજ કરનાર યુવાનની પ્રેમ કહાનીનો કરૂણ અંજામ આવ્યો છે. યુવાનના સ્પર્મ લીધાના 30 કલાક બાદ અંતિમ શ્વાસ લીધા હતા.

આ કિસ્સાની પ્રાપ્ત વિગત અનુસાર મુળ ભરૂચનાં વતની કેનેડામાં સ્થાયી થયેલા યુવાનને કેનેડામાં એક યુવતી સાથે પ્રેમ થતા બંનેએ લવમેરેજ કર્યા હતા. ચાર માસ પહેલાં યુવકનાં પિતા હાર્ટની બીમારીમાં સપડાતા બીમાર પિતાની સેવા-સારવાર માટે કેનેડાથી ભરૂચ આવ્યો હતો. પિતાની સારવાર દરમિયાન આ યુવાન પોતે કોરોના સંક્રમીત થતા તેની તબીયત ખરાબ થવા લાગી હતી. ફેફસા અને અન્ય અંગો ફેઈલ થતા તબીબોએ પરિવારજનોને પેશન્ટના બચવાના ચાન્સ હોવાનું જણાવ્યું હતું.

નવ મહિના પહેલા જ આ યુવાન સાથે લવમેરેજ કરનાર તેમની પત્નીએ જીવનસાથીની યાદ જીવન પર્યત પોતાની સાથે રાખવા સ્પર્મથી પ્રેગનન્સી ધારણ કરવાનો નિર્ણય લઈ હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી. હાઈકોર્ટના ઓર્ડર બાદ હોસ્પીટલના તબીબો દ્વારા યુવકનાં સ્પર્મ લઈ પ્રિઝર્વ કરવામાં આવ્યા હતા. સ્પર્મ લેબમાં મુકાયાના 30 કલાક પછી વડોદરાની સ્ટર્લિંગ હોસ્પીટલમાં યુવાનનું સારવારમાં મોત થયુ હતું.

સ્ટર્લિંગ હોસ્પીટલનો ઝોનલ ડીરેકટર અનિલ નાંબિયાર્ડ જણાવ્યું હતું કે મૃતક યુવાનનાં સ્પર્મ હાલ લેબોરેટરીમાં પ્રિઝર્વ કરવામાં આવ્યા છે. યુવતીની શારીરિક અને માનસિક સ્થિતિ સ્ટેબલ થયા પછી જ આઈ.વી.એફ. થકી સ્પર્મ તેના ગર્ભાશયમાં મુકાશે સામાન્ય રીતે આઈવીએફ થકી રહેતી પ્રેગ્નન્સીના કેસમાં ફલિત થયેલા બીજનો જિનેટીક ટેસ્ટ કરવામાં આવતો હોય છે તેથી જ રીતે આ કિસ્સામાં પણ આવો ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ જ ગર્ભ ચાલુ રાખવો કે નહી તે માટે ડોકટર અભિપ્રાય આપશે. આ મૃતકની ડેડબોડી તેમના પરિવારજનોને સોપવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement