પહેલા પણ મેં પડકારોનો સામનો કર્યો હતો અને આગળ પણ કરીશ: શિલ્પા

23 July 2021 05:05 PM
Entertainment
  • પહેલા પણ મેં પડકારોનો સામનો કર્યો હતો અને આગળ પણ કરીશ: શિલ્પા

પતિ રાજની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીએ મૌન તોડયું

પતિના પોર્નગ્રાફી કન્ટેન્ટ કાંડ મામલે એકપણ શબ્દ લખ્યા વિના એકટ્રેસે ભાવુક વિચારો લખ્યા

મુંબઈ:
પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ એકટ્રેસ શિલ્પાશેટ્ટીએ પહેલીવાર ચુપકીદી તોડી છે. પતિની ધરપકડ બાદ શિલ્પાશેટ્ટી મીડીયા અને પબ્લિકથી દુર હતી. સોશ્યલ મિડિયામાથી પણ બ્રેક લીધો હતો.જોકે ગઈકાલે શિલ્પા શેટ્ટીએ પોતાની ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં એક પુસ્તકની તસ્વીર પોસ્ટ કરી છે.

પોસ્ટમાં જેમ્સ થર્બરનું ઉદાહરણ અપાયું છે.જેમાં લખ્યું છે.ગુસ્સામાં પાછુ વળીને ન જુઓ અથવા ડરની આગળ ન જુઓ. બલકે જાગૃતિથી જુઓ. પોસ્ટમાં આગળ લખ્યુ છે.આપણે ગુસ્સામાં પાછા ફરીને એવા લોકોને જોઈએ છીએ. જેમણે આપણને ઘાવ આપ્યો છે. જે નિરાશાઓ આપણે અનુભવી છે તેને દુર્ભાગ્યે સહન કરવી પડી છે.આ સંભાવનાના ડરથી કોઈ બિમારી લાગુ પડી શકે છે કે કોઈ પ્રિયજનની મૃત્યુના શિકાર થઈ શકીએ છીએ.

શિલ્પા આગળ લખે છે-હું એક ઉંડો શ્વાસ લઉં છું, એ જાણીને કે હું જીવતી રહેવા માટે ભાગ્યશાળી છું. હું અગાઉ પણ પડકારોનો સામનો કરી શકી છું અને ભવિષ્યમાં પણ કરતી રહીશ. આજે મને મારા જીવન જીવવામાં વિચલીત કરવાની કોઈ જરૂર નથી.


Related News

Loading...
Advertisement
Advertisement