ટાઈગર-3 માં વિલન ઈમરાનની માત્ર એન્ટ્રી 10 કરોડ રૂપિયાની

23 July 2021 05:06 PM
Entertainment
  • ટાઈગર-3 માં વિલન ઈમરાનની માત્ર એન્ટ્રી 10 કરોડ રૂપિયાની

10 કરોડ રૂપિયાનાં ખર્ચે ગ્રાન્ડ એન્ટ્રીની એકશન સિકવન્સ ડીઝાઈન કરાઈ

મુંબઈ:
સલમાનખાન કેટરીના કેફે ફિલ્મ ‘ટાઈગર-3’નું શુટીંગ ફરી શરૂ કરી દીધુ છે. આ ફિલ્મમાં વિલનના રૂપમાં ઈમરાન હાશમી છે.ફિલ્મમાં તે આઈએસઆઈ એજન્ટની ભૂમિકા નિભાવશે જે પાકિસ્તાનમાં ટાઈગરના નામથી ફેમસ છે. મેકર્સ પણ ફિલ્મમાં ઈમરાનની ગ્રાન્ડ એન્ટ્રી દેખાડવાના મૂડમાં છે સુત્રો અનુસાર ફિલ્મમાં ઈમરાનનો વિલનનો રોલ પણ હિરો જેટલો જ મહત્વનો છે.

એવુ જાણવા મળ્યુ છે કે મેકર્સ ઈમરાનની પરદા પર બીગ એન્ટ્રી માટે જ લગભગ 10 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. એકશન સિકવન્સ માટે આટલો ખર્ચ કરાશે. આવતા મહિને આ એકશન સિકવન્સનું શુટીંગ થશે. આ ગ્રાન્ડ એન્ટ્રી માટે એવુ કહેવામાં આવે છે કે આ સલમાનખાને પાકિસ્તાન તરફથી એક જવાબ જેવુ હશે.

સુત્રોના કહેવા મુજબ ફિલ્મમાં ટાઈગરનું કેરેકટર તો અગાઉથી જ સેટ છે. સાથે સાથે મેકર્સ ઈમરાનને પણ એક એવા ખલનાયક તરીકે રજુ કરવા માંગે છે. જેમાં ટાઈગર જેવો જુસ્સો હોય આ સ્થિતિમાં મેકર્સ બે ટાઈગર્સ વચ્ચે રોયલ હોટેલની પ્લાનીંગ કરી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement