ઈન્ડિયન આઈડલ: ગ્રાન્ડ ફિનાલેમાં બોલીવુડની હસ્તીઓ હાજર રહેશે

23 July 2021 05:07 PM
Entertainment
  • ઈન્ડિયન આઈડલ: ગ્રાન્ડ ફિનાલેમાં બોલીવુડની હસ્તીઓ હાજર રહેશે

આશા ભોંસલે, કરણ જોહર, સોનુ નિગમ સહિતની સેલીબ્રીટીઓ પર્ફોમન્સ પણ આપશે

મુંબઈ:
સોની ટીવી પરનો લોકપ્રિય ટેલેન્ટ શો-ઈન્ડીયન આઈડલ-12 ગ્રાન્ડ ફિનાલે તરફ ગતિ કરી રહ્યો છે. ગ્રાન્ડ ફિનાલેમાં લિજેન્ડરી ગાયિકા આશાભોંસલે ઉપરાંત નિર્માતા-નિર્દેશક કરણ જોહર,સોનુ નિગમ, એકટર અન્નુકપુર, ગાયક સંગીતકાર શાન, મિકાસિંહ ઉપરાંત ઝુબીન નૌટીયાલ, પલક મુછળ વગેરે હાજર રહી પોતાનું પર્ફોમન્સ આપશે. ગ્રાન્ડ ફિનાલેમાં આશા ભોંસલેની હાજરીનાં સંદર્ભમાં હોસ્ટ આદિત્ય નારાયણ કહે છે. જીહા, અમે ફરી તેને શોમાં લાવવાનાં પ્રયાસ કરી રહ્યા છીએ. તેના મેનેજમેન્ટ તરફથી જાણવા મળેલી વિગત મુજબ આશાજીએ તે એપિસોડ ખરેખર એન્જોય કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન આઈડલના વીક એન્ડ શોમાં અરૂણીતા કાંજીલાલ સંગીતકાર-ગાયક ભપ્પી લહેરીનું દિલ જીતી લે છે અને ભપ્પી દા તેને બંગાળી સાડી ભેટ આપે છે ગ્રાન્ડ ફિનાલેમાં વિતેલા જમાનાની લોકપ્રિય હિરોઈન રીનારોય, અમિતાભ ભટ્ટાચાર્ય પૈકીના કેટલાંક હાજર રહી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement