‘શીશા હો યા દિલ હો’ ગીતમાં અરુણિતાના અવાજમાં રીના રોયે લીપ મુવમેન્ટ આપી!

23 July 2021 05:08 PM
Entertainment
  • ‘શીશા હો યા દિલ હો’ ગીતમાં અરુણિતાના અવાજમાં રીના રોયે લીપ મુવમેન્ટ આપી!

ઈન્ડિયન આઈડલમાં રીના રોયે કહ્યું- સમયની પાબંદીમાં જિતેન્દ્ર અમિતાભથી આગળ!

મુંબઈ: ‘ઈન્ડિયન આઈડલ-12’ના આગામી એપિસોડમાં બોલીવુડની એક જમાનાની ટોપ હીરોઈન રીના રોય મહેમાન બનશે. રીના રોયને સમર્પિત આ એપિસોડમાં સ્પર્ધકો તેની ફિલ્મના લોકપ્રિય ગીતો ગાશે. આ એપિસોડમાં રીના રોયની સુપરહિટ ફિલ્મ ‘આશા’નું લોકપ્રિય ગીત ‘શીશા હો યા દિલ હો’ અરુણિતા કાંજીલાલ ગાતી જોવા મળશે. પ્રોમોમાં રીના રોય અરુણીતાના અવાજથી પ્રભાવીત થતી જોવા મળે છે. અરુણીતા જયારે ‘આશા’ શીશા હો યા દિલ હો ગાય છે ત્યારે રીના રોય હોઠ મુવમેન્ટ કરતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે એકટ્રેસ રીના રોયે કારકિર્દીની શરુઆત 1972માં ‘જરૂરત’ ફિલ્મથી કરી હતી. 1985માં આવેલી જે.પી.દતાની ‘ગુલામી’ તેની અંતિમ ફિલ્મ હતી. આ શોમાં રીના રોયે કેટલાક યાદગાર કિસ્સા વર્ણવ્યા છે. જીતેન્દ્ર સાથે અનેક હિટ ફિલ્મોમાં કામ કરનાર રીના રોયે જણાવ્યું હતું કે જીતેન્દ્ર સમયની પાબંદીમાં અમિતાભ બચ્ચન કરતા પણ આગળ હતા. મને યાદ છે કે જો સવારે શુટીંગ હોય તો જીતુ બધાને સવારે પાંચ વાગ્યે ઉઠાડી દેતા હતા, આથી અમે લોકો ઘણીવાર નિશ્ચિત શિડયુલ પહેલા શુટીંગ પુરું કરી લેતા હતા. તેમની સાથે કામ કરવું અદભુત હતું, તેમની ઉર્જા પર હું હંમેશા ફિદા રહી છું.


Related News

Loading...
Advertisement
Advertisement