સૌરાષ્ટ્રના ચોથા ખેલાડીને મળી વન-ડે કેપ: ચેતન સાકરિયાનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

23 July 2021 05:39 PM
Saurashtra Sports
  • સૌરાષ્ટ્રના ચોથા ખેલાડીને મળી વન-ડે કેપ: ચેતન સાકરિયાનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ

શ્રીલંકા સામેના ત્રીજા વન-ડેમાં ટીમ ઈન્ડિયામાં એક સાથે પાંચ ખેલાડીનું ડેબ્યુ: નીતિશ રાણા, સંજુ સેમસન, કૃષ્ણપ્પા ગૌતમ, રાહુલ ચહર અને ચેતન સાકરિયાને અપાઈ તક: ટોસ જીતી ટીમ ઈન્ડિયા દાવમાં; ધવન આઉટ

નવીદિલ્હી, તા.24
ટીમ ઈન્ડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ ખેલાડી રવીન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટનો સમાવેશ થઈ ગયા બાદ હવે ચોથા ખેલાડીની એન્ટ્રી થઈ છે. તાજેતરમાં જ આઈપીએલ દરમિયાન ધમાલ મચાવનારા ભાવનગરના ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરિયાને શ્રીલંકા સામે રમાઈ રહેલા ત્રીજા વન-ડે મેચ દરમિયાન વન-ડે કેપ આપવામાં આવી છે.

સાકરિયા ઉપરાંત અન્ય ચાર ખેલાડીઓએ પણ વન-ડે ડેબ્યુ કર્યું છે. આ મેચમાં ટોસ જીતી ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ઝડપી શરૂઆત કર્યા બાદ ધવનના રૂપમાં ભારતને પહેલો ઝટકો લાગ્યો છે. આ શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે. મહેમાન ભારતની નજર મેજબાન શ્રીલંકાનો શ્રેણીમાં સફાયો કરવા પર ટકી રહેશે. ભારતીય ટીમે પહેલો વન-ડે 7 અને બીજો વન-ડે 3 વિકેટે જીતીને પોતાના નામે કરી લીધો હતો.

શિખર ધવન આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલી વખત ટીમની કમાન સંભાળી રહ્યો છે. આ પહેલાં તે ઘરેલું ક્રિકેટમાં આવું કરી ચૂક્યો છે. ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં પૃથ્વી શો, શિખર ધવન, સંજૂ સેમસન, મનિષ પાંડે, સૂર્યકુમાર યાદવ, નીતિશ રાણા, હાર્દિક પંડ્યા, કે.ગૌતમ, રાહુલ ચાહર, નવદીપ સૈની અને ચેતન સાકરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement