રાજ્યપાલને મળવાના મુદ્દે કોંગી નેતાઓની ટીંગાટોળી-અટકાયત

23 July 2021 05:41 PM
Rajkot Gujarat
  •  રાજ્યપાલને મળવાના મુદ્દે કોંગી નેતાઓની ટીંગાટોળી-અટકાયત
  •  રાજ્યપાલને મળવાના મુદ્દે કોંગી નેતાઓની ટીંગાટોળી-અટકાયત
  •  રાજ્યપાલને મળવાના મુદ્દે કોંગી નેતાઓની ટીંગાટોળી-અટકાયત

મર્યાદિત સંખ્યામાં નેતાઓને છૂટ અપાતાં અન્ય આગેવાનો રસ્તા પર જ ધરણા પર બેસી ગયા: પોલીસ સાથે ઝપાઝપી

ગાંધીનગર, તા.23
સમગ્ર દેશ-દુનિયામાં ગાજેલા ઈઝરાયલી સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતની 300થી વધુ હસ્તીઓના ફોન ટેપિંગ કરવાનો મુદ્દો હવે ગુજરાતમાં પણ સળગ્યો છે. દરમિયાન આજે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં રાજ્યપાલને મળવાના મુદ્દે માથાકૂટ થતાં કોંગ્રેસ નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી.

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં રાજ્યપાલને મળવાની છૂટ આપવામાં આવી હતી પરંતુ મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ રાજ્યપાલ ભવન ખાતે પહોંચી ગયા હોવાથી અંદર નહીં ગયેલા કાર્યકરો અને નેતાઓ રસ્તા ઉપર જ ધરણા પર બેસી જતાં પોલીસે તેમને ત્યાંથી ઉભા થઈ જવા કહ્યું હતું પરંતુ તેઓ નહીં માનતાં પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

ભાજપ સરકાર ફોન ટેપિંગ સાથે જાસૂસી કરતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત કરી કોંગ્રેસના ડેલિગેશન દ્વારા આવેદનપત્ર આપી સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયીક તપાસની માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી હતી અને તે પૂર્ણ કરીને કોંગ્રેસના કાર્યકરો સાથે રાજભવન તરફ કૂચ કરી હતી.

આ વેળાએ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના ડેલિગેશનના મર્યાદિત નેતાઓને જ રાજભવન જવા દેવામાં આવ્યા હતા તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોને રાજભવન જતાં પોલીસે અટકાવ્યા હતા ત્યારે કોંગી ધારાસભ્યો અને કાર્યકરોએ ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રોડ ઉપર બેસી ગય હતા જેથી પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા અગાઉથી આયોજિત આ કાર્યક્રમના પગલે આજે વહેલી સવારથી જ ગાંધીનગર પોલીસ દ્વારા રાજભવન અને સર્કિટ હાઉસ ફરતે અભેદ્ય સુરક્ષા ઉભી કરી દેવામાં આવી હતી. એટલું જ નહીં રાજભવન અને મંત્રી નિવાસસ્થાને જતાં તમામ લોકો અને તેમના વાહનોનું સઘન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. જો કે પોલીસ અને કોંગ્રેસના ર્કાકર્તાઓ સાથે ભારે ઘર્ષણ બાદ તમામની અટકાયત કરી લેવામાં આવી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement