પોર્નોગ્રાફી કાંડમાં રાજ કુન્દ્રા વધુ ત્રણ દિવસ પોલીસના કબજામાં રહેશે

23 July 2021 06:27 PM
Entertainment
  • પોર્નોગ્રાફી કાંડમાં રાજ કુન્દ્રા વધુ ત્રણ દિવસ પોલીસના કબજામાં રહેશે

કોર્ટે 27 જૂલાઈ સુધી કસ્ટડી વધારી: કુન્દ્રાએ ઓનલાઈન એપ મારફતે સટ્ટો રમ્યો હોવાની પણ થશે તપાસ

મુંબઈ, તા.23
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને મોબાઈલ એપ્સ ઉપર સ્ટ્રીમ કરવા માટે 19 જૂલાઈએ પકડાયો હતો. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રાજ કુન્દ્રા વિરુદ્ધ ફેબ્રુઆરીમાં ગુનો નોંધ્યો હતો અને 19 જૂલાઈએ પૂછપરછ માટે તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે કોર્ટે રાજ કુન્દ્રાની કસ્ટડી 23 જૂલાઈ સુધી વધારવાનો હુકમ આપ્યો છે. આજે કુન્દ્રાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં તેની કસ્ટડી 27 જૂલાઈ સુધી વધારી દેવામાં આવી છે.

મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાને સાત દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની માંગ કરી હતી. પોલીસે કહ્યું કે આ મામલામાં હજુ વધુ તપાસ કરવાની બાકી છે અને પૂરાવા એકઠા કરવાના બાકી છે એટલા માટે વધુ સમયની જરૂર છે. પોલીસનું કહેવું એવું પણ છે કે રાજ કુન્દ્રાએ ઓનલાઈન સટ્ટાબાજી પણ કરી છે જેમાં તેણે યસ બેન્કના ખાતાનો ઉપયોગ કર્યો હતો. આ અંગે પણ હજુ તપાસ કરવાની બાકી છે એટલા માટે કુન્દ્રાને વધુ સમય સુધી કસ્ટડીમાં રાખવો જરૂરી છે.

પોલીસે ઉમેર્યું કે કુન્દ્રાની ધરપકડ થયા બાદ 21 જૂલાઈએ અમુક જરૂરી ડેટા ડિલિટ કરી દેવામાં આવ્યો છે જેને રિકવર કરવામાં આવશે. આ ઉપરાંત જ્યારે કુન્દ્રાને નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે તેના ગૂગલ અને એપલ સ્ટોર પરથી હોટસ્ટાર જેવી એપને હટાવી દેવામાં આવી હતી. આ હટ્યા બાદ કુન્દ્રાએ પોલીફિલ્મ્સની શરૂઆત કરી જે તેનો પ્લાન ‘બી’ હતો. આ એપ ઉપર અશ્ર્લીલ સાહિત્ય પીરસવામાં આવતું હતું. કુન્દ્રાનું કહેવું હતું કે તેણે આ કંપનીને છોડી દીધી હતી.

જો કે તેને કંપનીના દરેક ખર્ચની જાણકારી મળતી હતી જે લગભગ 4000થી 10,000 ડોલર જેટલો થતો હતો. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી પૂનમ પાંડેએ પણ રાજ કુન્દ્રા ઉપર ધમકી આપવા અને તેના નંબરને લીક કરવાનો આરોપ લગાવ્યો હતો. પોર્ન મામલામાં રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી ગણાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement