કિશાનપરા ચોક નજીક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પોસ્ટર પર કાળી શાહી ફેંકનાર ત્રણની ધરપકડ

23 July 2021 06:40 PM
Rajkot Crime
  • કિશાનપરા ચોક નજીક મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પોસ્ટર પર કાળી શાહી ફેંકનાર ત્રણની ધરપકડ

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયો બાદ પ્ર.નગર પોલીસ એક્શનમાં: અશોક પટેલ સહીત ત્રણને ઉઠાવી લીધા

રાજકોટ તા.23
કોરોના કાળમાં સરકાર દ્વારા વેક્સિનેશનની કામગીરી પર ભારે જોર આપવામાં આવી રહ્યું છે. વેક્સિનેશન સાથે રસ્તાઓ પર વડાપ્રધાન અને મુખ્યમંત્રીને આભાર વ્યક્ત કરતા જાહેરાતના બોર્ડ પણ જોવા મળી રહ્યા છે.

કિશાનપરા ચોક નજીક આવેલા આમ્રપાલી અન્ડરબ્રિજ ખાતે લગાવવામાં આવેલા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના પોસ્ટર પર કાળી શાહી ફેંકી વિરોધ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ પ્ર.નગર પોલીસ એક્શનમાં આવી હતી અને આ પ્રકરણમાં સંડોવાયેલા અશોક પટેલ સહિતના ત્રણની ધરપકડ કરી છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વિડીયોમાં અશોક પટેલ વેકિસન મુદ્દે વિરોધ પ્રદર્શન કરી કિશાનપરા ચોક નજીક આવેલા આમ્રપાલી અન્ડરબ્રિજ ખાતે લગાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના પોસ્ટર પર કાળી શાહી લગાવી વેક્સિન સામે અસંતોષ ઠાલવ્યો હતો વિડીયોમાં અશોક પટેલ આક્ષેપ કરી રહ્યા છે કે મફતમાં આપવામાં આવતી વેક્સિનથી કંપનીઓને ફાયદો થયા છે. ભાજપની તિજોરી છલકી રહી છે. સરકારી તિજોરીમાંથી પૈસા કંપનીઓને જાય છે.

આ વિરોધ પ્રદર્શનમાં અશોક પટેલની સાથે તેમના અન્ય સાથીઓ પણ જોવા મળી રહ્યા છે.પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે આ પ્રકરણમાં સંડોવાયેલા કાલાવડ રોડ ઉપર પંચવટી સોસાયટીમાં શેરી નંબર 4 માધવ કૃપામાં રહેતા અશોક નારણ પટેલ(ઉવ66)સાથે સરદાર પટેલ ભવન સામે માયાણી નગરમાં રહેતા અશોક નારણ બુટાણી અને શ્યામ ડેરી સામે દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા મગનભાઈ ગોપાલભાઈ ડરાણીયા ની ધરપકડ કરી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement