ઘરેણા ઉપર લોન આપો તો તેના પાકા બિલ અવશ્ય લેવા : ફાયનાન્સ પેઢીઓને પોલીસ કમિશ્નરની સૂચના

23 July 2021 06:42 PM
Rajkot Crime
  • ઘરેણા ઉપર લોન આપો તો તેના પાકા બિલ અવશ્ય લેવા : ફાયનાન્સ પેઢીઓને પોલીસ કમિશ્નરની સૂચના

હાલમાં આરોપીઓ ચોરી કે છળકપટથી મેળવેલા સોના ચાંદીના દાગીના સોનીને વેચવાને બદલે લીમીટેડ કંપનીમાં ગીરવે મુકવા વધારે સેઈફ સમજે છે, શકમંદ ઘરેણા પર લોન લેવા આવે તો પણ પોલીસને જાણ કરવા કહેવાયુ

રાજકોટ, તા.23
શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી આંતક મચાવનાર ચેનની લુંટ ચાલવતા મૂળ ખંભાળિયાના હાલ સાધુ વાસવાણી રોડ ઉપર આવાસ યોજના કવાટર્સ નંબર 79 બ્લોક નંબર 5માં રહેતા અજીજ જુસબ ઉઠાર(ઉ.વ.47)ને ક્રાઈમ બ્રાંચના સ્ટાફે ફિલ્મી ઢબે પીછો કરી ફિલ્મી સ્ટાઈલથી જ ઝડપી લીધો હતો અને દોઢ વર્ષમાં 11 જેટલા સ્થળોએ થયેલી ચીલઝડપના ભેદ ઉકેલાયો હતો. આ આરોપી એક ચેઈન ફાયનાન્સ પેઢીમાં ગીરવે મૂકી રૂ.28000ની લોન લઈ લીધી હતી. જે બાબત ધ્યાને આવતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે તમામ ફાયનાન્સ પેઢીઓને સૂચના આપી છે કે, ઘરેણા ઉપર લોન આપો તો તેના પાકા બિલ અવશ્ય લેવા જેથી ચોરીના કે છળકપટથી મેળવેલા દાગીના પર કોઈ લોન ન મેળવી શકે.

આરોપી અજીજભાઈ જુસબભાઈ ઉઠાર (ઉ.વ.47, રહે. આર.એમ.સી. આવાસ યોજના ક્વાર્ટર, પામ સીટીની સામે સાધુ વાસવાણી રોડ, મુળ જામ ખંભાળીયા)એ અશક્ત લોકોને શિકાર બનાવી તેમના ગળામાંથી સોનાના ચેઈનની ચીલ ઝડપ કરી હતી. આ તમામ ગુનાઓમાંથી એક ગુનાનો ચેઈન રિકવર ન થતા તપાસના મુળ સુધી પહોચવા માટે આરોપીના કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. જે રિમાન્ડ દરમ્યાન આરોપીની ઘનિષ્ઠ પુછપરછમાં આરોપીએ કબુલાત આપી કે ચોરી કરેલો સોનાનો ચેઈન આઈઆઈએફએલ ફાયનાન્સ લીમીટેડ નામની કંપનીમાં ગીરવે મુકી લોન લઈ લીધી છે.

જેથી તપાસના કામે ફાયનાન્સ કંપનીની ગુરૂપ્રસાદ બ્રાન્ચના મેનેજર સાહિલભાઈ ચેતનભાઈ કામદારને તપાસ માટે રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા તેમજ ચોરી કરેલા સોનાનો ચેઈન મુકવા બાબતે પુછપરછ કરતા કંપનીના મેનેજરે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેમજ ડીકલેશન ફોર્મ તેમજ કેવાયસી ડોકયુમેન્ટ તેમજ ઓનલાઈન ફોટોગ્રાફી રજુ કરી હતી. કંપનીના મેનેજરે જણાવ્યું કે કોઈ પણ લોન લેનાર સોના, ચાંદીના ગીરવે મુકવા આવે તેને કંપનીના નિયમોનુ ગુજરાતીમાં અનુવાદ કરી સમજાવામાં આવે છે તેમજ અરજદારની સહી લેવામાં આવે છે તેમજ કંપનીના નિયમોમાં એક નિયમ એ પણ છે કે અરજદાર સોના, ચાંદીના દાગીના ડુપ્લીકેટ કે ચોરીના હોય તો સંપૂર્ણ જવાબદારી અરજદારની રહેશે.

જેમા અરજદારની સહી લેવામાં આવે છે. મેનેજરની પુછપરછ બાદ આઈઆઈએફએલ ફાયનાન્સ લીમીટેડ કંપનીના ટેરેટરી મેનેજરને બોલાવી પુછપરછ હાથ ધરવામાં આવશે. આરોપીએ ચોરીના સોનાના ચેઇન ઉપર લોન મેળવી લીધી હોવાથી રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, તથા ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા પશ્ચિમ વિભાગના એસીપી પી.કે.દિયોરાએ તમામ પ્રાઈવેટ લીમીટેડ ફાયનાન્સ કંપની તેમજ ખાનગી લોન કરતી પેઢીઓ તેમજ સોનુ લેતા વેપારીઓને સુચન કરવામાં આવી છે કે, કોઈ પણ વ્યક્તિ સોના ચાંદીના દાગીના પર લોન લેવા ગીરવે મુકવા આવે કે જુના સોના ચાંદીના દાગીના વેચવા આવે ત્યારે વ્યક્તિની કેવાયસીની સાથેસાથ સોના ચાંદીના દાગીનાના બીલ લેવાનો આગ્રહ રાખવો પછી જ સોના, ચાંદીના દાગીના ગીરવે લેવા અથવા વેચાણથી લેવા તેમજ કોઈ શંકમદ શખ્સ ચોરીના કે છળકપટથી સોના ચાંદીના દાગીના મેળવી ગીરવે મુકવા આવ્યા હોવાનું જણાય તો બ્રાન્ચ કે પેઢીની નજીકના પોલીસ સ્ટેશનમાં ફોટા સાથે જાણ કરવી, જેથી ચીલ ઝડપના તેમજ ચોરીના ગુન્હાઓ અટકાવી શકાય હાલમાં આરોપીઓ ચોરી કે છળકપટથી મેળવેલ સોના ચાંદીના દાગીના સોનીને વેચવાને બદલે લીમીટેડ કંપનીમાં ગીરવે મુકવા વધારે સેઈફ સમજતા હોય જેથી હાલના સમયમાં આવા બનાવો વધારે બને છે જેથી તમામ ફાયનાન્સ લીમીટેડ કંપનીઓને જાણ કરવામાં આવે છે કે આવા ચોરી કરેલ સોના ચાંદીના દાગીઓ ગીરવે મુકવા આવતા શંકમદ ઈસમોની તપાસ કરી દાગીના ગીરવે લેવા. તેવી પોલીસે નોંધ લેવા જણાવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement