મોબાઈલ સતત વ્યસ્ત આવતી રશ્મિને છરીના ઘા ઝીંકી પ્રેમી શિવમે પોતાને પણ ઇજા કરી

23 July 2021 06:44 PM
Rajkot Crime
  • મોબાઈલ સતત વ્યસ્ત આવતી રશ્મિને છરીના ઘા ઝીંકી પ્રેમી શિવમે પોતાને પણ ઇજા કરી

બંને યુપીના વતની, લોકડાઉનને કારણે લગ્ન અટકી જતા પડધરીમાં આવેલી વાડીમાં રહી મજૂરી કામ કરતા હતા:વતન રહેતા પરિવારને જાણ કરાઈ

રાજકોટ,તા.23
પડધરીના ખંઢેરી નજીક ટીજીએમ હોટેલ પાછળ આવેલી કિશોરભાઇની વાડીમાં એકાદ વર્ષથી રહેતાં મુળ યુપીના શિવમ વિશ્વકર્મા (ઉ.વ.29) નામના યુવાને સાથે જ રહેતી પોતાની પ્રેમિકા રશ્મિ ગૌતમ (ઉ.વ.24) પર છરીથી હુમલો કરી શરીરે ઇજાઓ કરી અને બાદમાં પોતાના હાથમાં પણ જાતે જ છરીથી ઇજા કરતાં બંનેને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં.જેમાં રશ્મિને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પડધરી પોલીસને જાણ થતા તપાસમાં શિવમે કહ્યું હતું કે પોતે અને રશ્મિ એક જ ગામના છે.બંને વચ્ચે પ્રેમ હોઇ એકાદ વર્ષ પહેલા લખનોૈથી ભાગી ગયા હતાં.લગ્ન કરવાના હતાં પણ લોકડાઉનને કારણે અટકી ગયા હતાં.બંને કિશોરભાઇની ખંઢેરીની વાડીએ રહી મજૂરી કરતાં હતાં. દસ દિવસ પહેલા પોતે વતન ગયો હતો અને રશ્મિ ખંઢેરીમાં જ રોકાઇ હતી.તે ત્યાંથી ફોન જોડતો હોઇ રશ્મિનો ફોન સતત વ્યસ્ત આવતો હોઇ તે કોઇ બીજા સાથે વાતો કરતી હોવાની શિવમને શંકા ઉપજી હતી.વતનથી પરત આવ્યા બાદ અઠવાડીયાથી બંને વચ્ચે આ બાબતે બોલાચાલી થતી હતી.

ગઈકાલે ફરીથી ઝઘડો થતાં પોતે રશ્મિને છરીના ઘા ઝીંકી દીધા હતાં અને બાદમાં પોતાના હાથમાં પણ છરીથી ઇજા પહોંચાડી હતી.રશ્મિને હાથ-સાથળમાં વધુ ઇજા હોઇ તેને રાજકોટથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવી છે. પડધરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement