મારામારીના ગુનામાં સંડોવાયેલો પાસા હેઠળ જેલ હવાલે

23 July 2021 06:46 PM
Rajkot Crime
  • મારામારીના ગુનામાં સંડોવાયેલો પાસા હેઠળ જેલ હવાલે

રાજકોટ,તા.23
રાજકોટ પોલીસ કમિશ્નરે ગુન્હાની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા માટે આપેલ સુચના અન્વયે રાજકોટના અલગ અગલ પોલીસ સ્ટેશનમાં જેના વિરુદ્ધ મારામારીના ગુના નોંધાયા હતા તે અલકા સોસાયટીના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરવા હુકમ કયો હતો.માલવિયાનગર પોલીસે તેની ધરપક કરી અમદવાદ જેલ હવાલે કયો છે.પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ,જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહમદ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા,એ.સી.પી જે.એસ.ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ કે.એન.ભુકંણ અને તેમના સ્ટાફે માલવિયાનગર પોલીસમાં જેના વિરુદ્ધ મારામારીના ગુના નોંધાયેલા હતા તેવા અલકા સોસાયટીમાં રહેતા મૂળ મૂળીના ગૌતમગઢના મયુરસિંહ અમરસિંહ ઉર્ફે મહિપતસિંહ પરમાર(ઉવ 22)ની પાસની દરખાસ્ત તૈયાર કરી હતી જેને પાસા હેઠળ ધકેલી દેવા હુકમ કરવામાં આવતા મયુરસિંહની ધરપકડ કરી તેને અમદવાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement