ફ્રેન્ચાઇઝી આપવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા ડિરેકટર જામીન મુકત

23 July 2021 06:49 PM
Rajkot
  • ફ્રેન્ચાઇઝી આપવાના બહાને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરનારા ડિરેકટર જામીન મુકત

આયુર્વેદિક દવા બનાવતી બ્લિસ લાઇફ કેર કંપનીની

રાજકોટ, તા.23
આયુર્વેદિક દવા બનાવતી બ્લિસ લાઇફ કેર પ્રાઇવેટ લીમીટેડ દ્વારા ફ્ેન્ચાઇઝી આપવાની હોવાની દૈનિક પત્રોમાં જાહેરાત આપી અસંખ્ય લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવવાના ગુન્હામાં અદાલતે બ્લિસ લાઇફ કેર પ્રા.લી.ના ડાયરેકટરને જામીન મુકત કરવા હુકમ ફરમાવ્યો છે.

આ કેસની વિગતો મુજબ ગત 2015ની સાલમાં ફરીયાદી અનિરૂદ્ધ દ્વારા ફરીયાદ કવરામાં આવી હતી જેમાં આરોપી તરીકે બ્લિસ લાઇફ કેર પ્રાઇવેટ લીમીટેડ કંપની તથા તેના ડિરેકટરો મહિપતસિંહ, દશરથસિંહ ચુડાસમા અને કેતન હરિભાઇ બાલધા તથા વિજય હરિભાઇ બાલધા વિરૂધ્ધ આઇપીસી કલમ 406, 420, 506(2), 1ર0 (બી) મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો

જેમાં જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા દૈનિક પેપરમાં લોભામણી જાહેરાત આપવામાં આવી હતી કે ઉપરોકત બ્લિસ કંપની આયુર્વેદિક દવાનો વ્યાપાર કરે છે અને ઉપરોકત કંપની દ્વારા ફેન્ચાઇઝી આપવાની છે આવી લોભામણી જાહેરાતથી અનેક વ્યકિતઓ કલાાવડ રોડ ઉપર આવેલી બ્લિસની ઓફિસે પહોચ્યા હતા જયાં ઉ5રોકત આરોપીઓ દ્વારા ફરીયાદી તથા સાહેદો પાસેથી લાખો રૂપિયાની રકમ લઇ લીધા બાદ ઉપરોકત ઓફિસને બંધ કરી રૂપિયાની છેતરપીંડી કરી હતી.

પોલીસે ફરીયાદના આધારે તપાસ કરતા કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને પોલીસે કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કેસમાં અગાઉ બે આરોપીને આગતરા જામીન મળી ચુકયા છે જયારે અન્ય આરોપીને અદાલત દ્વારા જામીન મુકત કરવામાં આવ્યા હતા આ કૌભાંડમાં હજુ એક આરોપીને પકડવાનો બાકી છે.

આ કેસમાં આરોપી તરીકે રહેલા વિજય હરિભાઇ બાલધાએ જામીન મુકત થવા માટે અદાલતમાં પોતાના વકીલ કિશોરભાઇવાઢેર મારફત ગુજારતા અદાલત દ્વારા આરોપી વિજય બાલધાને જામીન મુકત કરવા હુકમ કર્યો હછે. આ કેસમાં આરોપી તરફે એડવોકેટ કિશોરસિંહ વાઢેર રોકાયેલા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement