‘ખણખોદ’ કરવાની ભાજપને જૂની ‘બીમારી’; ગુજરાતમાં ફોન ટેપિંગનું દૂષણ ચરમસીમાએ: તપાસ જરૂરી

23 July 2021 06:51 PM
Gujarat
  • ‘ખણખોદ’ કરવાની ભાજપને જૂની ‘બીમારી’; ગુજરાતમાં ફોન ટેપિંગનું દૂષણ ચરમસીમાએ: તપાસ જરૂરી

પેગાસસ સોફ્ટવેર થકી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના ફોન ટેપિંગ મામલે સુપ્રીમ કોર્ટના જજ મારફતે તપાસ થવી જરૂરી: તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ ભાજપના જ આગેવાનોના ફોન ટેપ કરાવ્યા હતા

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી વખતે પણ ફોન હેકિંગનો ભરપૂર ઉપયોગ કરાયો હતો: ગાંધીનગરમાં કોંગ્રેસની પત્રકાર પરિષદ

ગાંધીનગર, તા.23
ઈઝરાયલના ‘પેગાસસ’ સોફ્ટવેર મારફતે ભારતના અનેક મંત્રીઓ, પત્રકારો, નેતાઓના ફોન હેકિંગનો મામલો દિવસેને દિવસે ગરમાઈ રહ્યો છે. દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજીને આ મુદ્દાની તપાસ સુપ્રીમ કોર્ટના જજ મારફતે થાય તેવી માંગણી કરી હતી સાથે સાથે કોંગી નેતાઓએ આક્ષેપ કર્યો કે ‘ખણખોદ’ કરવાની ભાજપને ‘જૂની બીમારી’ છે અને તત્કાલિન ગૃહમંત્રી અમિત શાહે તો એક યુવતીના બેડરૂમ સુધી જાસૂસી કરાવી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે સમગ્ર દેશ અને દુનિયાને હચમચાવી નાખે તેવા ઈઝરાયલના એન.એસ.ઓ. કંપનીના પેગાસીસ સોફ્ટવેર-માલવેર દ્વારા ફોન હેકિંગથી ભારતમાં વિરોધ પક્ષના નેતાઓ, શાસક પક્ષના અમુક નેતાઓ, ટોચના પત્રકારો, માનવ અધિકારો માટે લડતાં કર્મશીલો, સુપ્રીમ કોર્ટના જજ તેમજ તેમના સ્ટાફ, ચૂંટણી પંચના કમિશનર સહિતના અંદાજે 300 જેટલા ફોન હેક કરવાની ઘટનાને ભારતની જનતાના સ્વતંત્ર જીવન જીવવાના અધિકાર ઉપર તપરાસ મારનાર અને શાસક ટકાવી રાખવા માટે બંધારણ અને રાજકીય પ્રક્રિયા સાથે ચેડા થ, રહ્યા છે.

ગુજરાતમાં પણ વર્ષ 2017 અને 2020ની રાજ્યસભાની ચૂંટણીઓ વખતે તેમજ હાલના સમયમાં પણ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય સાથે ભાજપના કેટલાક ટોચના નેતાઓના ફોન હેકિંગ કરી જાસૂસી થઈ રહી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો હતો અને એવી માંગણી કરી હતી કે ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા થતાં ફોન ટેપિંગની તયસ્થ તપાસ સુપ્રીમ કોર્ટના જજ મારફતે કરાવવામાં આવે.

આ ઉપરાંત કર્ણાયક અને મધ્યપ્રદેશમાં જનતમત મેળવેલી સરકારો પાડવામાં તેમજ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીઓ દરમિયાન કોના કોના ફોન હેક થયા તેની સાથે કયા ધારાસભ્યની કેટલા રૂપિયામાં ખરીદી થઈ હતી તે સોદાની તપાસ પણ કરવી જરૂરી બની જાય છે. અમિત ચાવડાએ સીધો આક્ષેપ કરતાં કહ્યું કે વર્ષ 2002માં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના જ આગેવાન હરેન પંડ્યા તથા વિરોધ પક્ષના નેતાઓના ટેલિફોન ટેપ કરવાની સુચના રાજ્યના ગુપ્તચર વિભાગના અધિકારીઓને આપી હતી જે બાબત ઓન રેકર્ડ છે. એટલું જ નહીં 2009માં મોદીની સુચનાથી તે વખતના ગૃહમંત્રી અમિત શાહે એક યુવતીની તેમના બેડરૂમ સુધી જાસૂસી કરાવી હતી અને તે બાબતની એક આઈપીએસ અધિકારી સાથેની આખી ટેપ સીબીઆઈએ મેળવી હતી અને તે ઘટના પણ ઓનરેકર્ડ છે.


Related News

Loading...
Advertisement
Advertisement