કોરોના ભલે ‘ઢીલો’ પડયો, પોલીસની કાર્યવાહી હજુ ‘કડક’ છે

23 July 2021 06:52 PM
Rajkot
  • કોરોના ભલે ‘ઢીલો’ પડયો, પોલીસની કાર્યવાહી હજુ ‘કડક’ છે
  • કોરોના ભલે ‘ઢીલો’ પડયો, પોલીસની કાર્યવાહી હજુ ‘કડક’ છે

રાજકોટ તા.23
શહેરમાં કોરોના સંક્રમણનો અંત આવી ચુકયો છે. દૈનિક એકાદ કેસ નોંધાઇ રહ્યો છે. વાઇરસ જાણે ‘ટાઢો’ પડી ગયો હોય તેમ જણાઇ રહ્યું છે. પરંતુ શહેરમાં સંભવીત ત્રીજી લહેરને ઘ્યાને લઇ પોલીસે નિયમનું ચુસ્ત પાલન થાય તે માટે અમલવારી શરૂ રાખી છે. નાઇટ કર્ફયુ દરમિયાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી ઝોન-1 પ્રવિણકુમાર, ડીસીપી ઝોન-2 મનોહરસિંહ જાડેજા અને તમામ એસીપીની સૂચનાથી શહેરભરમાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. પશ્ચિમ વિભાગના એસીપી પ્રમોદ દિયોરાના જણાવ્યા મુજબ રાત્રીના 10 વાગ્યાથી રાત્રી કર્ફયુની શરૂઆત સાથે જ તમામ પોઇન્ટ પર પોલીસ ગોઠવી દેવામાં આવે છે. વાહનો રોકી પુછપરછ કરવામાં આવે, યોગ્ય કારણ હોય તો જવા દેવામાં આવે છે. પરંતુ તેમને પણ કર્ફયુ-નિયમો અંગે માહિતગાર કરી વોર્નિંગ આપવામાં આવે છે. બિન જરૂરી બહાર નીકળતા લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement