બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં ધો.10નું ગણિતનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં રાહત

23 July 2021 06:53 PM
Rajkot
  • બોર્ડની પરીક્ષા અંતિમ તબક્કામાં ધો.10નું ગણિતનું પેપર સરળ નીકળતા વિદ્યાર્થીઓમાં રાહત

ગણિતના પેપરમાં 1250 છાત્રો ગેરહાજર : બપોરથી ધો.12 સાયન્સમાં મેથેમેટીકસ અને સામાન્ય પ્રવાહમાં ભૂગોળનું પેપર

રાજકોટ તા.23
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની લેવાઇ રહેલી પરીક્ષા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયેલ છે. આજે સવારના ધો.10નું ગણિત અને ધો.12નું એસપીસીસીનું પેપર લેવામાં આવેલ છે. ધો.10ના ગણિતના પેપરમાં નોંધાયેલા 12940માંથી 11685 વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો પરથી પરીક્ષા આપી હતી. જયારે 1250 વિદ્યાર્થીઓ આજના આ પેપરમાં ગેરહાજર રહ્યા હતાં. ધો.10નું ગણિતનું પેપર સરળ નીકળ્યુ હતું કે દાખલા સહિતના પ્રશ્નો ટેકસબુક આધારીત નીકળતા વિદ્યાર્થીઓમાં રાહત થવા પામી હતી. જયારે બપોરના સેશનમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત અને સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયનું પેપર પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવી રહ્યું છે. આ વખતે બોર્ડ દ્વારા રવિવારે પણ પરીક્ષા ગોઠવવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement