ગરીબ-નબળા વર્ગને ઘરે ઘરે જઈને વેકસીન આપો: હાઈકોર્ટ

23 July 2021 07:14 PM
Rajkot
  • ગરીબ-નબળા વર્ગને ઘરે ઘરે જઈને વેકસીન આપો: હાઈકોર્ટ

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે રાજય સરકારને એલર્ટ કરતી હાઈકોર્ટ

રાજકોટ: ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર માટે તૈયાર રહેલા ગુજરાત હાઈકોર્ટે આજે રાજય સરકારને અનેક સૂચન અને ટકોર કરતા એક મહત્વના નિરીક્ષણમાં રાજયના ગરીબ અને છેવાડાના લોકોને ઘરે ઘરે જઈને વેકસીન આપવાની વિચારણા કરવા જણાવ્યું છે. કોરોના કાળથી જ રાજય સરકારની કામગીરી પર સતત મોનેટરીંગ કરી રહેલી ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથના વડપણ હેઠળની ખંડપીઠે સ્વીકાર્યુ હતું કે કોરોનાની બીજી લહેરીમાં સરકારે ઘણુ કર્યુ છે તો હજું પણ ઘણું કરવાનું છે. હાઈકોર્ટે વેકસીનેશન અંગે જણાવ્યું કે સરકાર લોકોને વેકસીન આપી રહી છે પરંતુ નબળા-ગરીબ અને પછાત વર્ગને ઘરે ઘરે જઈને વેકસીન આપવાનું વિચારવું જોઈએ.

હાઈકોર્ટે આ ઉપરાંત સરકારને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સમાં જરાપણ ઢીલાશ નહી દાખવવા પણ તાકીદ કરી હતી. હાઈકોર્ટે જણાવ્યું કે રાજયમાં સરકારી- અર્ધસરકારી અને ખાનગી હોસ્પીટલોમાં બેડની ઉપલબ્ધી અંગે અત્યારથી જ વ્યવસ્થા હોવી જોઈએ અને સરકારે લોકોને રીયલ-ટાઈમ બેડ સહિતની ઉપલબ્ધી મળે તે જોવું જોઈએ ઉપરાંત ઓકસીજન પ્લાંટ ઝડપથી કાર્યરત થઈ શકે તે સ્થિતિમાં મુકાવા જોઈએ. હાઈકોર્ટે રાજયમાં મેડીકલ સાધનો ઉપરાંત મેડીકલ સ્ટાફની ઉપલબ્ધી અંગે પણ સુનિશ્ર્ચિત થવા માટે તાકીદ કરી હતી અને જણાવ્યું કે નવા વેરીએન્ટ અંગે પણ સરકાર સતત અપડેટ રહે તે જરૂરી છે.

* હોસ્પીટલ બેડના ‘રીયલ ટાઈમ’ ડેટા મળે તે વ્યવસ્થા ગોઠવો

* ઓકસીજન પ્લાંટ રેડી ટુ યુઝ તૈયાર રાખો

* તબીબી સ્ટાફની ઉપલબ્ધી ચકાસવા પણ સૂચન


Related News

Loading...
Advertisement
Advertisement