યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયત્નો થશે: સમાધાન ફોર્મ્યુલા ઘડાશે: રાદડીયાનો ઈશારો

23 July 2021 07:16 PM
Rajkot
  • યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવાના પ્રયત્નો થશે: સમાધાન ફોર્મ્યુલા ઘડાશે: રાદડીયાનો ઈશારો

હજુ કોઈ વાત કે બેઠક થઈ નથી: છતા સમજુતીપૂર્વક સમરસ પેનલ બનાવવાનાં પ્રયાસ કરાશે

રાજકોટ તા.23
રાજકોટ માર્કે યાર્ડની ચૂંટણીમાં સહકારી નેતાઓ-આગેવાનો આમને સામને થાય તેના બદલે સમાધાનપૂર્વક પ્રક્રિયા થાય તેવા પ્રયત્નો કરવાનો નિર્દેશ પુરવઠા પ્રધાન જયેશ રાદડીયાએ આપ્યો હતો.

રાજકોટ ડેરીની સામાન્ય સભા વખતે ઉપસ્થિત રહેલા જયેશ રાદડીયાએ કહ્યું કે સહકારી રાજકારણ બીનરાજકીય છે. રાજકોટ યાર્ડની પણ ચૂંટણી જાહેર થઈ છે.તેમાં પણ ચૂંટણીને બદલે બીનહરીફ થાય તે ઈચ્છનીય છે અને તે માટેનાં પ્રયત્નો કરવામાં આવશે.જોકે હજુ એકપણ ગ્રુપ સાથે બેઠક કે કોઈ વાતચીત થઈ નથી. પરંતૂ ચૂંટણી લડવા ઈચ્છુક તમામને સમજાવીને સમજુતી પૂર્વકની સમરસ પેનલ તૈયાર કરવાનો ઈરાદો છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીનુ હોમટાઉન છે એટલે સરકાર તરફથી કોઈ સુચના કે ગાઈડલાઈન અથવા પાર્ટીલાઈન છે કે કેમ તે વિશે તેઓએ કહ્યું કે સહકારી રાજકારણ બીન રાજકીય હોવાથી સામાન્ય રીતે પાર્ટી કે સરકારકોઈ હસ્તક્ષેપ કરતા નથી. સ્થાનિક આગેવાનો જ લડે છેકે સમાધાન કરી લે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ યાર્ડ સમગ્ર ગુજરાતમાં નામના ધરાવે છે. અને તેનું રાજકારણ પણ ગંભીર હોવાથી સરકારની વોચ રહેતી હોય છે.રાજકોટ યાર્ડમાં ભાજપનાં જ બે જુથો આમને સામને આવવાની આશંકા છે. મુખ્યમંત્રીનાં હોમ ટાઉનમાં ભાજપનાં બે જુથ બાખડે તો પાર્ટીની પ્રતિષ્ઠાને હાની પહોંચવાની ગણતરી સાથે સરકાર તરફથી જ સુચના આપશે તેવી અટકળો વચ્ચે હરીફ જુથો હજુ પતા ખોલતા નથી. સુત્રો એમ કહે છે કે સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ જયેશ રાદડીયાનું છે.તેઓ જે ગ્રુપને સમર્થન આપે તેની જીત નિશ્ર્ચિત બને છે.


Related News

Loading...
Advertisement
Advertisement