મોટી ટાંકી ચોકમાં વાલ્વ ચેમ્બરમાં પ્લાસ્ટીક બોટલનો મોટો જથ્થો નીકળ્યો!

23 July 2021 07:17 PM
Rajkot
  • મોટી ટાંકી ચોકમાં વાલ્વ ચેમ્બરમાં પ્લાસ્ટીક બોટલનો મોટો જથ્થો નીકળ્યો!
  • મોટી ટાંકી ચોકમાં વાલ્વ ચેમ્બરમાં પ્લાસ્ટીક બોટલનો મોટો જથ્થો નીકળ્યો!
  • મોટી ટાંકી ચોકમાં વાલ્વ ચેમ્બરમાં પ્લાસ્ટીક બોટલનો મોટો જથ્થો નીકળ્યો!

રાજકોટ શહેરમાંથી પ્લાસ્ટીકનું દુષણ દૂર કરવા સરકાર, સરકારી કચેરીઓ, સંસ્થાઓ લાખ પ્રયત્નો કરે તો પણ નાગરિકોનો એક વર્ગ બેદરકાર જ રહે તો કોઇ સુધારો થાય તેમ નથી. લોકો કઇ રીતે બેદરકારીથી પ્લાસ્ટીક બોટલો અને કોથળીઓ ફેંકતા રહે છે તેનો વધુ એક દાખલો મનપા તંત્રને આજે શહેરની મધ્યમાં જોવા મળ્યો હતો. મોટી ટાંકી ચોકમાં પાણીની બે મોટી વાલ્વ ચેમ્બર આવેલી છે. જે આજે રીપેરીંગ કામ માટે ખોલવામાં આવી હતી. વાલ્વ ચેમ્બરમાં થોડી જ જગ્યા હોય છે અને ચાવી જાય એટલો હોલ લોખંડના ઢાંકણામાં હોય છે. આટલી જગ્યામાંથી પણ કેટલાક બેદરકાર તત્વો કોલ્ડ્રીંકસ સહિતની બોટલો ઘુસાડીને ફેંકતા હોય છે. આજે આવો કચરો ચોકમાં ઓવરફલો થયો હતો. પ્લાસ્ટીકની કોથળીના પણ ઢગલા દેખાતા હતા. એક તરફ પર્યાવરણના જતન માટે પ્લાસ્ટીકના ત્યાગની વાતો કરવામાં આવે છે પરંતુ જયાં સુધી આવા લોકો જવાબદાર ન બને ત્યાં સુધી આ ન્યુસન્સ દુર થઇ શકે તેમ નથી. આવી જગ્યામાં પણ કેટલાક લોકો પ્લાસ્ટીક બોટલો ઘુસાડતા હોય તો અન્ય જગ્યા પર કેવી બેદરકારી દાખવતા હશે તે સવાલ ઉઠી રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement