રાજકોટના PSI સાખરા, સોનારા અને ખટાણા સહિત રાજ્યના 22 ફોજદારોની બદલી

23 July 2021 09:29 PM
Rajkot Gujarat Saurashtra
  • રાજકોટના PSI સાખરા, સોનારા અને ખટાણા સહિત રાજ્યના 22 ફોજદારોની બદલી

● ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.વી. સાખરાની સુરત શહેર, એ.એસ. સોનારાની અમદાવાદ શહેર, આર.એલ. ખટાણાને ભરૂચ ખાતે મુકાયા ● રાજકોટ રૂરલ પોલીસના મહિલા ફોજદાર એ.એમ. ઠાકોરની ડીજીપી કચેરી ખાતે બદલી કરાઈ, આણંદના ટી.આર.ગઢવીને રાજકોટ શહેરમાં ફરજ સોંપાઈ

રાજકોટઃ
રાજકોટના ત્રણ પીએસઆઈ સહિત રાજ્યના 22 ફોજદારોની બદલી કરાઈ છે. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ એસ.વી. સાખરાની સુરત શહેર, એ.એસ. સોનારાની અમદાવાદ શહેર, આર.એલ. ખટાણાને ભરૂચ ખાતે મુકાયા છે. રાજકોટ રૂરલ પોલીસના મહિલા ફોજદાર એ.એમ. ઠાકોરની ડીજીપી કચેરી ખાતે બદલી કરાઈ છે. આણંદના ટી.આર.ગઢવીને રાજકોટ શહેરમાં ફરજ સોંપાઈ છે.

આજે ડીજીપી આશિષ ભાટીયાએ બદલીને આદેશ આપ્યા હતા. જે મુજબ પોરબંદરના એ.એન. ગઢવી, સુરતના જી.આર. જાડેજા, સુરેન્દ્રનગરના ડી.બી. ચૌહાણની ઇન્ટેલિજન્સ વિભાગમાં બદલી થઈ છે.

કચ્છ પૂર્વ ગાંધીધામના જે.એચ ગઢવી પશ્ચિમ રેલવે અમદાવાદ, મહિલા પીએસઆઈ એચ.આર. વાઘેલાને મહીસાગર, આણંદના કે.કે. જાદવની વડોદરા શહેર, ડી.બી. ભૂરાની એસસીઆરબી (એટેચ જી-1 શાખા), મહિલા પીએસઆઈ એમ.એચ. ચૌધરીની ગાંધીનગર, ગીર સોમનાથના એસ.આઈ. મંધરાની જૂનાગઢ, અમદાવાદ શહેરના મહિલા પીએસઆઈ એસ.એન. ચૌધરીની અમદાવાદ ગ્રામ્ય, એ.આર. ગામીતની સુરત શહેર, એ.જે. તડવીની પંચમહાલ, મહેસાણાના આઈ.આર. દેસાઈને આણંદ, પશ્ચિમ રેલવે અમદાવાદના એસ.જે. પરમારને વલસાડ, વલસાડના એ.કે. દેસાઈને બનાસકાંઠા, પશ્ચિમ રેલવે વડોદરાના કે.જે. નિરંજનને આહવા - ડાંગ જ્યારે આહવા ડાંગના મહિલા પીએસઆઈ કે.આર. ગામીતને સુરત શહેર ખાતે મુકાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement