ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો અંદેશો : સતત ચોથા દિવસે કેસમાં વધારો નોંધાયો : નવા 36 પોઝિટિવ કેસ

23 July 2021 10:01 PM
Gujarat
  • ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરનો અંદેશો : સતત ચોથા દિવસે કેસમાં વધારો નોંધાયો : નવા 36 પોઝિટિવ કેસ

19 જિલ્લામાં એક પણ કેસ ન નોંધાયો, રિકવરી રેટ વધીને 98.74 થયો : હાલ 345 એક્ટિવ કેસ : આજે 61 દર્દીઓ સાજા થયા

રાજકોટ:
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક રહ્યા બાદ દૈનિક કેસોમાં ઉત્તરોતર ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ છેલ્લા ચાર દિવસથી સતત કેસોમાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો અંદેશો જોવા મળી રહ્યો જોય તેવું જણાઈ રહ્યું છે.

રાજ્યમાં કોરોના દૈનિક કેસો તળીયે પહોંચી ગયા હતા. જેમાં આ અઠવાડિયામાં સોમવારે માત્ર 24 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ મંગળવારે 29 કેસ, બુધવારે 28 કેસ, ગુરુવારે 34 કેસ અને આજે શુક્રવારે 36 નવા કેસો નોંધાયા છે.

અત્યાર સુધીમાં કુલ 8.24 લાખ સંક્રમિતોમાંથી 814223 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આજે રિકવરી રેટ વધીને 98.74 થયો હતો. હાલ એકટીવ કેસનો આંક 345 પર પહોંચ્યો છે.

ગુજરાતના 19 જિલ્લામાં આજે એક પણ કેસ નોંધાયો ન હતો.જેમાં અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, તાપી અને વલસાડ કોઈ નવો કેસ ન નોંધાતા તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો. અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર ગ્રામ્ય, જામનગર ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ શૂન્ય કેસ નોંધાયા હતા.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 36 નવા કેસ નોંધાયા હતા. તેની સામે 61 દર્દી સાજા થયા છે. જ્યારે આજે એક પણ મોત નોંધાયુ ન હતું. રાજયમાં કુલ 5 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 340 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો કુલ મૃત્યુઆંક 10076 તથા કુલ પોઝિટિવ કેસનો આંક 824644 પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલ કેસ

અમદાવાદ 8, સુરત 7, વડોદરા-નર્મદા 4, જુનાગઢ- રાજકોટ- સુરેન્દ્રનગર 2,
આણંદ -ભાવનગર -દાહોદ- ગાંધીનગર -ગીર સોમનાથ- જામનગર -સાબરકાંઠામાં 1-1 કેસ નોંધાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement