કેન્દ્રીય સંચાર મંત્રી પાસેથી પેપર છીનવીને ફાડનારા TMC સાંસદ શાંતનુ સેન રાજ્યસભામાંથી સસ્પેન્ડ

23 July 2021 10:27 PM
India Politics
  • કેન્દ્રીય સંચાર મંત્રી પાસેથી પેપર છીનવીને ફાડનારા TMC સાંસદ શાંતનુ સેન રાજ્યસભામાંથી સસ્પેન્ડ

નવી દિલ્હી:
મોનસૂન સત્રની કાર્યવાહીનો આજે ચોથો દિવસ છે. સંચાર મંત્રીના હાથમાંથી પેપર છીનવીને ફાડનારા સંચાર મંત્રી શાંતનુ સેનને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સરકાર તરફથી તેમના સસ્પેન્શનનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. વિપક્ષના હંગામાને કારણે બન્ને સદનોની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.


ઇઝરાયલી સોફ્ટવેર પેગાસસના 300 ભારતીયોની જાસૂસીના આરોપોને લઇને સંસદમાં વિવાદ થયો હતો. ગુરૂવારે જ્યારે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ નિવેદન આપવા માટે ઉભા થયા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદોએ હંગામો શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમણે પાના પણ ફાડી નાખ્યા હતા અને સભાપતિના આસન પાસે ભેગા થઇ ગયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement