અમદાવાદ એરપોર્ટ ફરી ધમધમ્યું: કોરોના ઘટ્યો, મુસાફરો વધ્યા

23 July 2021 10:40 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદ એરપોર્ટ ફરી ધમધમ્યું: કોરોના ઘટ્યો, મુસાફરો વધ્યા

એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો

અમદાવાદ:
રાજયમાં કોરોના વાયરસના કેસો દિવસે દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે. કેસો ઘટતા લોકોના ધંધા રોજગાર ફરી એકવાર ધમધમી રહ્યા છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ પર એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ એરપોર્ટ પર મે મહિનામાં 1 લાખ 32 હજાર મુસાફરો જ્યારે જૂન મહિનામાં 2 લાખ 23 હજાર 400 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. જૂન મહિનામાં કુલ 2 હજાર જેટલી ફ્લાઈટોની અવરજવર હતી. અમદાવાદ એરપોર્ટ પર જૂનમાં પ્રત્યેક ફ્લાઈટમાં સરેરાશ 103થી વધારે મુસાફરો હતાં. બીજી બાજુ મે મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરથી માત્ર 75 લોકોની જ અવરજવર નોંધાઈ હતી.

અમદાવાદ એરપોર્ટ પરથી મે મહિનામાં 215 ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં 7442 મુસાફરો જ્યારે જૂનમાં 212 ઈન્ટનેશનલ ફલાઈટમાં 9 હજાર 288 મુસાફરોની અવર જવર નોંધાઈ હતી. આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સરેરાશ 35 જ્યારે જૂનમાં 43 મુસાફરો હતા. આમ, મે કરતાં જૂનમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સાધારણ વધારો નોંધાયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement