ઈન્ડિયન આઈડલ-12: ફાઈનલ એપિસોડમાં આદિત્ય અને ઉદિત એકબીજાનાં ગીતો ગાશે

02 August 2021 04:48 PM
Entertainment India
  • ઈન્ડિયન આઈડલ-12: ફાઈનલ એપિસોડમાં આદિત્ય અને ઉદિત એકબીજાનાં ગીતો ગાશે

15 મી ઓગસ્ટે રજુ થશે ફાઈનલ એપિસોડ

મુંબઈ
ઈન્ડિયન આઈડલ-12 નો ફાઈનલ શો 15 મી ઓગસ્ટે યોજાનાર છે. ગ્રાન્ડ ફિનાલેમાં હોસ્ટ આદિત્ય નારાયણ તેના પિતા ઉદીત નારાયણ સાથે પર્ફોમ કરશે. આદિત્ય તેના પિતાના હિટ ગીતો-ડોલી સજાકે રખના, પાપા કહતે હૈ, જાદુ તેરી નજર, પહેલા નશા જેવા ગીતો ગાશે. જયારે પિતા ઉદીત નારાયણ દિકરા આદિત્યનાં હીટ ગીતો ‘ઈશ્કીયા વિશ્કીયા’ ગાશે.

ઈન્ડિયન આઈડલના ફાઈનલમાં ઘણા પર્ફોમન્સ રજુ થશે. પણ મારા માટે મારા પિતા સાથેનું પર્ફોમન્સ ફેવરીટ રહેશે. તેમ આદિત્ય નારાયણે જણાવ્યું હતુ. આદિત્ય નારાયણે વધુમાં જણાવ્યું હતું કે અમે એવુ આયોજન કરી રહ્યા છીએ જેમાં હું માતા પિતાના ગાયેલા ગીતો ગાઈશ અને તેઓ મારા ગીતો ગાશે. આ શોનું મુંબઈનાં સેટમાં શુટીંગ થશે. ફાઈનલ રિઝલ્ટનું એનાઉન્સમેન્ટ લાઈવ થશે.


Related News

Loading...
Advertisement
Advertisement