400 કરોડની બિગ બજેટ ફિલ્મમાં બિગ બી, પ્રભાસ અને દિપિકા સાથે

02 August 2021 04:51 PM
Entertainment India
  • 400 કરોડની બિગ બજેટ ફિલ્મમાં બિગ બી, પ્રભાસ અને દિપિકા સાથે

મુંબઈ
અમિતાભ બચ્ચન જયાં બોલીવુડના મહાનાયક છે તો પ્રભાસ પણ સાઉથના સુપરસ્ટાર છે.બાહુબલી મેગાહિટ થયા બાદ ઉતર ભારતનાં ફેન્સ પણ તેને સારી રીતે ઓળખવા લાગ્યા છે. તો દિપીકા પાદુકોણ પણ ભારતીય સિનેમાની બહેતરીન અભિનેત્રીઓમાં સામેલ છે. હવે ત્રણેય એક ફિલ્મમાં સાથે આવી રહ્યા છે.

400 કરોડના બિગ બજેટમાં બનનારી આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર નથી થયુ. તાજેતરમાં અમિતાભ બચ્ચને આ પ્રોજેકટનું શુટીંગ શરૂ કર્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાં જાણકારોનાં જણાવ્યા મુજબ 400 કરોડ રૂપિયાના બજેટવાળી આ ફિલ્મ ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મો પૈકીની એક હશે. પ્રભાસ પોતાના કામને લઈને સમર્પણ માટે પણ જાણીતા છે. ‘બાહુબલી’ માટે તેણે લગભગ ચાર-પાંચ વર્ષનો સમય આપ્યો હતો.

હવે નાગ અશ્ર્વિનના ડાયરેકશનમાં બની રહેલી આ ફિલ્મ માટે પ્રભાસે શુટીંગ માટે 200 દિવસની તારીખો આપી છે. આ સિવાય અમિતાભ અને દિપીકાએ પણ મેકર્સને સારી એવી તારીખો આપવાનો વાયદો કર્યો છે.
આ સિતારાઓની અન્ય ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ચહેરેમાં ઈમરાન હાસમી સાથે નજરે પડશે. જયારે દિપિકા, શાહરૂખ સાથે પઠાણ તેમજ શકુન બત્રાની આગામી ફિલ્મમાં જોવા મળશે. પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામ છે જેમાં તેની સાથે પુજા હેગડે કામ કરી રહી છે.


Related News

Loading...
Advertisement
Advertisement