રાજના ‘પરાક્રમો’થી શિલ્પા શેટ્ટીને બે કરોડથી વધુનું નુકશાન

02 August 2021 04:52 PM
Crime Entertainment India
  • રાજના ‘પરાક્રમો’થી શિલ્પા શેટ્ટીને બે કરોડથી વધુનું નુકશાન

પતિના કરતૂતોની સજા પત્નીએ ભોગવી

* એકટ્રેસના અનેક પ્રોજેકટ-કરારો કેન્સલ: શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ હજુ કોઈ પુરાવા નહીં

મુંબઈ
પતિના કાળા કરતૂતોના ફળ પત્નિએ ભોગવવા પડયા છે. પોર્નોગ્રાફીક સ્કેન્ડલ પતિ રાજ કુંદ્રાની ધરપકડ બાદ એકટ્રેસ પત્ની શિલ્પા શેટ્ટીની ટીવી શો સુપર ડાન્સ-4માં ગેરહાજરીથી શિલ્પા શેટ્ટીને બે કરોડ રૂપિયાનું નુકશાન થયું છે.

પતિ કુંદ્રાની ધરપકડ બાદ શિલ્પાએ જણાવ્યું હતું કે પરિવારની આબરુ ધૂળધાણી થઈ ગઈ. પતિના પરાક્રમોથી શિલ્પાના અનેક કોન્ટ્રાકટ રદ થઈ ગયા. એકટ્રેસે અનેક પ્રોજેકટ ગુમાવવા પડયા છે. ટીવી રિયાલીટી શો ‘સુપર ડાન્સ-4’માં શિલ્પાની જગ્યાએ કરીશ્મા કપુરે હાજરી આપી હતી. આગામી એપીસોડમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા શોમાં આવી રહ્યા છે. આ શોમાં ગેરહાજરીથી શિલ્પા શેટ્ટીને 2 કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ શોમાં શિલ્પા હાઈએસ્ટ પેઈડ જજ હતી જેને એક એપીસોડના રૂા.18 લાખથી 22 લાખ ચૂકવવામાં આવતા હતા.

પતિના કરતૂતોથી નુકશાન ભોગવનાર શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ હજુ સુધી કોઈ પુરાવા નથી મળ્યા.


Related News

Loading...
Advertisement
Advertisement