ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ પરેશ રાવલનું ગુજરાતી ફિલ્મમાં કમબેક

02 August 2021 05:33 PM
Entertainment
  • ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ પરેશ રાવલનું ગુજરાતી ફિલ્મમાં કમબેક

મને લાગે છે ગુજરાતી ફિલ્મોનો આ જ ખરો સમય છે: એકટર : 1982 માં ‘નસીબની બલીહારી’ બાદ પરેશ રાવલ તેના જ નાટક ‘ડિયર ફાધર’ પરથી બનતી ફિલ્મમાં ચમકે છે.

મુંંબઈ:
હિન્દી ફિલ્મોમાં અગાઉ વિલન તેમજ બાદમાં લોકપ્રિય કોમેડીયન તરીકે પોતાનું સ્થાન જમાવનાર ગુજરાતી એકટર પરેશ રાવલ ચાર દાયકાના લાંબા અંતરાલ બાદ ગુજરાતી ફિલ્મમાં પુનરાગમન કરી રહ્યા છે. પરેશ રાવલે 1982 માં આવેલી ગુજરાતી ફિલ્મ નસીબની બલીહારીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. બાદમાં તેઓ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ચાલ્યા ગયા હતા. ચાર દાયકાના અંતરાલ બાદ પરેશ રાવલે વડોદરામાં ‘ડીયર ફાધર’ નામની ગુજરાતી ફિલ્મનું શુટીંગ શરૂ કર્યું છે.

જયારે પરેશ રાવલને પૂછવામાં આવ્યુ કે ગુજરાતી ફિલ્મોમાં આટલા લાંબા ગાળા બાદ આવવાનું કારણ શું?તેના જવાબમાં પરેશ રાવલે જણાવ્યું હતું કે, હુ યોગ્ય વિષયની રાહ જોતો હતો પણ નહોતો મળતો. દરમ્યાન અમે કેતન મહેતા સાથે કંઈક કરવાનું વિચાર્યું પણ વાત ન બની બાદમાં હું હિન્દી ફિલ્મો અને અન્ય કામોમાં બીઝી થઈ ગયો હતો. પરેશ રાવલ કહે છે કે દુર્ભાગ્યે આપણી પાસે રેડીમેડ ઓડીયન્સ છે.

વર્ષો સુધી આ રેડીમેડ ઓડીયન્સે પોષણ કર્યુ અને તેમાંથી આપણે લાભ પણ લીધા. પરેશ રાવલે જણાવ્યું હતું કે હું કંઈક મનોરંજનની સાથે અર્થપુર્ણ આપવા માંગુ છું. હવે મને લાગે છે કે આ ખરો સમય છે અને હવે આપણી પાસે એવુ ઓડીયન્સ છે જે નવા આઈડીયા પચાવી શકી છે. પરેશ રાવલની નવી ગુજરાતી ફિલ્મ તેનાજ નાટક ‘ડીયર ફાધર’ પરથી છે. કોમેડીમાં ઉંચા શિખરો સર કરનાર પરેશ રાવલ કહે છે કે એક એકટર તરીકે હું વલ્ગર કોમેડીથી દુર રહ્યો છુ.


Related News

Loading...
Advertisement
Advertisement