પૂ.હરિપ્રસાદ સ્વામીજી મ.ના દિવ્ય અસ્થિનું ક્ષીર પ્રક્ષાલન કરીને એકત્રીકરણ : વિવિધ પ્રદેશોમાં અસ્થિકુંભ પૂજન-દર્શન યોજાશે

03 August 2021 12:25 PM
Rajkot Dharmik
  • પૂ.હરિપ્રસાદ સ્વામીજી મ.ના દિવ્ય અસ્થિનું ક્ષીર પ્રક્ષાલન કરીને એકત્રીકરણ : વિવિધ પ્રદેશોમાં અસ્થિકુંભ પૂજન-દર્શન યોજાશે

રાજકોટ તા.3
યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહના અંતિમસંસ્કાર બાદ બીજે દિવસે સવારે મંત્રોચ્ચાર સાથે અસ્થિનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ક્ષીર પ્રક્ષાલન કરીને અસ્થિ અને ભસ્મના કુંભ તૈયાર કરવામાં આવ્યા છે. આ કુંભનું પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજ્ય પ્રબોધ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભસ્વામી, પૂજ્ય સંતવલ્લભસ્વામી સહિતના સંતોએ પૂજન કર્યું હતું. દેશ-વિદેશના પ્રતિનિધિ હરિભક્તોની ઉપસ્થિતિમાં અસ્થિકુંભની આરતી કરવામાં આવતી. આગામી દિવસોમાં પવિત્ર નદીઓમાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. પરંતુ તે પહેલાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, વિદ્યાનગર, વલસાડ, ભરુચ, નેત્રંગ, જુનાગઢ, કરજણ સહિતના વિવિધ પ્રદેશો, શહેરો અને ગામોમાં અસ્થિકુંભ પહોંચશે. ત્યાં અસ્થિકુંભને દર્શન-પૂજન અર્થે રાખવામાં આવશે. સાથેસાથે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં શ્રીચરણોમાં કૃતજ્ઞતાનો અર્ઘ્ય અર્પણ કરવાના હેતુસર વંદન સમારોહ યોજાશે. જેમાં સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ ભાવાંજલી અર્પણ કરી શકશે. અસ્થિકુંભ દર્શનની વિગતો હવે પછી જાહેર કરવામાં આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement