જયારે ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું- શું તે વર્જિન છે?

03 August 2021 05:02 PM
Entertainment
  • જયારે ટાઈગર શ્રોફને પૂછવામાં આવ્યું- શું તે વર્જિન છે?

જવાબ આપી ટાઈગરે સૌને ચોંકાવ્યા

મુંબઈ:
બોલીવુડ એકટર જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફે ખૂબ ઓછા સમયમાં પોતાની ખાસ્સી એવી ફેન ફોલોઈંગ બનાવી લીધી છે. ટાઈગર પોતાની ફિલ્મ સિવાય પોતાની ફિટનેસ અને ડાન્સના કારણે પણ ચર્ચામાં રહેતો હોય છે. સોશ્યલ મીડીયા પર પણ તે ઘણો લોકપ્રિય છે.

હાલમાં જ ટાઈગર અરબાઝખાનના ટોક શો માં પહોચ્યો હતો જયાં તેને અનેક રસપ્રદ સવાલ પૂછવામાં આવ્યા હતા. આ એપીસોડનો પ્રોમો હાલમાં જ ઓનલાઈન રિલીઝ કરાયો છે જેમાં અરબાઝખાન સોશ્યલ મીડિયા પર ટાઈગરના બારામાં કરાયેલ કોમેન્ટસ પર સવાલ પૂછતો નજરે પડે છે. ટાઈગરના એક ફેને પૂછયું કે શું તે વર્જીન છે? તો તેનો ટાઈગરે રસપ્રદ જવાબ આપો- જુઓ, હું સલમાન ભાઈજાનની જેમ એક વર્જીન છું.

ટાઈગરના જવાબ પર અરબાઝખાન જોરથી હસવા લાગે છે. આમેય ટાઈગરે પોતાની રિલેશનશીપને લઈને કયારેય વાત નથી કરી. જો કે એવું માનવામાં આવે છે કે ટાઈગર દિશા પટ્ટણીને ડેટ કરી રહ્યો છે. ટાઈગરની આગામી ફિલ્મ ‘હીરોપંતિ-2’ ની ફેન્સ રાહ જોઈ રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement