બોલીવુડ સિંગર - રેપર હની સિંઘની મુશ્કેલી વધી : પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી

03 August 2021 06:33 PM
Entertainment
  • બોલીવુડ સિંગર - રેપર હની સિંઘની મુશ્કેલી વધી : પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે કેસ દાખલ કરી હની સિંઘ પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો

મુંબઈ :
બોલિવૂડ સિંગર અને રેપર યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે કોર્ટનો દ્વાર ખટખટાવ્યો છે. હકીકતમાં તેણે સિંગર પર 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' કાયદા હેઠળ અરજી કરી છે. આ અંગે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

આ અરજી તીજ હજારી કોર્ટ મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ કરવામાં આવી. શાલિની તલવાર વતી એડવોકેટ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી હતી. કોર્ટે હની સિંહ વિરુદ્ધ નોટિસ જારી કરી છે, જેમાં તેમણે સિંગરને 28 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવા માટે લખ્યું છે. બંનેની જોઇન્ટ પ્રોપર્ટી ન વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ ન કરવા પર પણ હની સિંહ પર રોક લગાવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement