ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલી પડકારજનક સ્થિતિ સાથે આજે પ્રથમ ટેસ્ટમાં પરફેકટ દેખાવ માટે આશાવાદી

04 August 2021 11:56 AM
Sports
  • ઇંગ્લેન્ડ સામે વિરાટ કોહલી પડકારજનક સ્થિતિ સાથે આજે પ્રથમ ટેસ્ટમાં પરફેકટ દેખાવ માટે આશાવાદી

આજથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી પૈકીની પ્રથમ ટેસ્ટનો આરંભ થવા જઇ રહ્યો છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ભારતની ધરતી પર 3-1થી ટેસ્ટ શ્રેણી પરાજય આપ્યો હતો, પરંતુ હવે ઇંગ્લેન્ડ પોતાની ધરતી પર જ ભારતને પરાજીત કરીને હારનો બદલો લેવા તત્પર છે. ઇંગ્લેન્ડના સુકાની જો રૂટ પણ ભારત સામે પોઝીટીવ રમવા આગ્રહી છે. ઇંગ્લેન્ડની ટીમમાં સફળ ઓલ રાઉન્ડર બેન સ્ટોકની ગેરહાજરી ટીમ માટે નુકસાનકર્તા સાબિત થશે.

પરંતુ સફળ ગોલંદાજ જેમ્સ એન્ડરસન ભારતીય બેટધરોને પુરેપુરો કાબુમાં રાખવા સક્ષમ છે. ભારતીય સુકાની વિકાટ કોહલી તાજેતરનાં મહિનાઓમાં ખાસ કોઇ કૌવત ઝળકાવી શકયો નથી તથા ચેતેશ્ર્વર પુજારા પણ ધાર્યો દેખાવ કરવામાં નિષ્ફળ નિવડતો રહ્યો છે. ત્યારે રોહિત શર્મા પર લાંબી ઇનિંગ્ઝ રમવાનું પ્રેસર ઉભુ થશે. કે.એલ.રાહુલ પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે આશાવાદી છે. રવિચન્દ્ર અશ્વીન, રવિન્દ્ર જાડેજા પાસે વધુ અપેક્ષા છે.

જે બંને ઇંગ્લેન્ડના બેટધરો માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. એક અચ્છા ઓલરાઉન્ડર તરીકે પ્રદર્શન મેચમાં જાડેજાનો દેખાવ સરસ રહેવા પામ્યો હતો. તેનો તાજેતરનો બેટીંગ દેખાવ ઉડીને આંખે વળગે તેવો રહ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી જોસ બટલર પણ અચ્છો ખેલાડી છે. બંને દેશો વચ્ચે આજ સુધી કુલ 1ર6 ટેસ્ટ મેચો રમાઇ છે, જેમાંથી ભારતે ર9 અને ઇંગ્લેન્ડે 48 ટેસ્ટ મેચોમા વિજય પ્રાપ્ત કર્યા છે. 49 ટેસ્ટ મેચો ડ્રો થઇ છે.

બંને દેશો વચ્ચે સૌ પ્રથમ ટેસ્ટ 1932માં રમાઇ હતી, લોર્ડઝ પર રમાયેલી ટેસ્ટ ઇંગ્લેન્ડે ભારતને 158 રનથી હરાવીને જીતી હતી. બંને દેશો વચ્ચે આજ સુધી કુલ 34 ટેસ્ટ શ્રેણીઓ રમાઇ છે. ભારતે છેલ્લે રાહુલ દ્રવિડના નેતૃત્વ હેઠળ ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર શ્રેણી પરાજય આપ્યો હતો. ભારતીય ટીમે છેલ્લે ઓસ્ટ્રેલીયાને તેની જ ધરતી પર પરાજીત કર્યુ હતું. અલબત ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ એડીલેડ ટેસ્ટ ભારતે કોહલીનાં નેતૃત્વમાં ગુમાવી હતી. આ વખતે કોહલી માટે ઈંગ્હેન્ડને તેની જ ધરતી પર હરાવવાનો મોટો પડકાર છે. જોઇએ ભારતીય ટીમ કેટલી સફળ થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement