હનીસિંઘ પર પત્નિનો ઘરેલુ હિંસાનો મામલો

04 August 2021 12:23 PM
Entertainment
  • હનીસિંઘ પર પત્નિનો ઘરેલુ હિંસાનો મામલો

નવી દિલ્હી તા.4
બોલીવુડના ગાયક યોયો હનીસિંઘની મુશ્કેલી વધી શકે છે. હનીસિંઘની પત્નિ શાલીની તલવરે તેના અને તેના પરિવાર સામે ઘરેલુ હિંસા બાબતે કોર્ટમાં અરજી કરી તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો છે.અદાલતે હિરદેશસિંઘ ઉર્ફે હનીસિંઘને નોટીસ મોકલી જવાબ માંગ્યો છે. તીસ હજારી ખાતે ચીફ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટે હનીસિંઘને 28 ઓગસ્ટ સુધીમાં હાજર થઈને જવાબ આપવાનો આદેશ કર્યો છે. શાલીનીએ અરજીમાં કહ્યું હતું કે તેનાં સાથે ઘરમાં ક્રુર વ્યવહાર થઈ રહ્યો છે તેની સાથે મારપીટ પણ કરવામાં આવે છે.કોર્ટમાં દાખલ અરજીમાં શાલીનીએ હેરાનગતિના આરોપ સાથે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે. ઉપરાંત કાયદા હેઠળનાં રહેઠાણની પણ માંગણી કરી છે. સાથોસાથ હનીસિંઘ દ્વારા દર મહિને ઘરભાડા તરીકે પાચ લાખ રૂપિયા ચુકવવાની પણ માંગ કરી છે.મહત્વનું છે કે 2011 માં હનીસિંઘ શાલીની સાથે લગ્ન કર્યા હતા. શાલીનીએ કોર્ટમાં અરજી દાખલ કરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement