સુરેન્દ્રનગરના દસાડાનો યુવાન વર્લ્ડ ટ્રેપ શુટીંગમાં કઝાકિસ્તાન તથા પેરૂમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

04 August 2021 12:56 PM
Surendaranagar Saurashtra
  • સુરેન્દ્રનગરના દસાડાનો યુવાન વર્લ્ડ ટ્રેપ શુટીંગમાં કઝાકિસ્તાન તથા પેરૂમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વઢવાણ, તા. 4
હાલમાં ચાલી રહેલી ટોકિયો ઓલિમ્પિક્સમાં હોકી અને બેડમિન્ટન સહિતની રમતોમાં ભારતનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ત્યારે દસાડાના 16 વર્ષના શૂટરની માતાનું 2 મહિના અગાઉ જ કોરોનાના લીધે મૃત્યુ નિપજ્યું હતું. છતાં એણે હિંમત હાર્યા વગર કે નાસીપાસ થયા વગર ટ્રેપ શૂટીંગ સ્પર્ધામાં ભારતની ટીમમાં સ્થાન મેળવી સમગ્ર ગુજરાતનું ગૌરવ રાષ્ટ્રીય ફલક પર ગૂંજતુ કર્યું છે. આ યુવાન આ ઓગસ્ટ મહિનામાં અલમેટી કઝાકિસ્તાનમાં શોટગન વર્લ્ડ કપમાં, સપ્ટેમ્બરમાં લીમા પેરૂમાં શોટગન વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારત વતી રમવાની સાથે ભારતનું પ્રતિનિધિત્વ કશે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા રહેતા મુજાહિદખાન મલીકનો 16 વર્ષનો પુત્ર બખ્તિયારૂદિન મલીક વર્લ્ડ ચેમ્પિયન માનવજીતસિંઘ સંધુના કોચિંગ હેઠળ 12 વર્ષની સૌથી નાની વયે ભારતના રિનાઉન્ડ શૂટર બની ઇતિહાસ રચ્યો હતો. બખ્તિયારૂદિન એ સિવાય 2 વખત ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં 2 વખત સ્ટેટ ચેમ્પિયન અને 1 વખત ખેલ મહાકુંભ ચેમ્પિયન રહી ચૂક્યો છે. ગત 26મી એપ્રિલે બખ્તિયારૂદિનની વ્હાલસોયી માતા નૂશરત મલિકનું કોરોનાના લીધે અકાળે મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement