બોકસીંગમાં લવલીનાને કાંસ્ય ચંદ્રક : સેમિફાઇનલ મુકાબલામાં પરાજીત

04 August 2021 01:48 PM
Sports
  • બોકસીંગમાં લવલીનાને કાંસ્ય ચંદ્રક : સેમિફાઇનલ મુકાબલામાં પરાજીત

જો કે ટોકયો ઓલમ્પિકમાં કાંસ્ય મેળવનાર સિંધુ બાદ તે બીજી મહિલા ખેલાડી બની

ટોકયો તા.4
ટોકયો ઓલમ્પિકમાં આજે 12માં દિવસે ભારતને પ્રારંભમાં જ બોકસીંગમાં નિરાશા મળી છે અને મહિલા બોકસર લવલીનાને 69 કિલો સેમીફાઇનલ મુકાબલામાં તૂર્કીની બૂશેનાઝ સુરમેનેલી સામે પરાજય મળતાં તેને કાંસ્યચંદ્રકથી સંતોષ માનવો પડયો છે. લવલીના સિલ્વર ચંદ્રક માટે આશાવાદી હતી અને ભારતને પણ આજના મુકાબલામાં તે વધુ સારો દેખાવ કરી શકશે તેવી પૂરે પૂરી આશા હતા. પરંતુ તૂર્કીની બોકસર સામે તેને પરાજય સહન કરવો પડયો છે. જો કે ઓલમ્પિકમાં કાંસ્ય ચંદ્રક મેળવનાર બીજી ભારતીય ખેલાડી બની છે. અગાઉ શટલર પી.વી.સિંધુને પણ મહત્વના મુકાબલામાં કાંસ્ય ચંદ્રક મળ્યો હતો. ટોકયો ઓલમ્પિકમાં ભારતે હવે આજના મહિલા હોકી મેચમાં વધુ ચંદ્રકની આશા છે. જો કે રેસલીંગમાં ભારત હજુ સ્પર્ધામાં છે અને ઓલમ્પિકના અંત સુધીમાં ભારત પ થી 6 ચંદ્રક સાથે પરત આવશે તેવી શકયતા છે. રેસલર દિપક કુનિયા સેમીફાઇનલમાં પહોંચી ગયા છે. દિપકે પુરૂષની ફ્રી સ્ટાઇલ 86 કિલોની કેટેગરીમાં ચીનના જુસેન લીને પરાજીત કર્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement